Adrak Aur Gur Ke Fayde: શિયાળો આવતાં જ બજારમાં અનેક પ્રકારની વસ્તુઓ મળવા લાગે છે. શિયાળામાં ગોળ, આદુ, આમળા, સરગવાનું શાક એમ અનેક પ્રકારના વિકલ્પ મળતા હોય છે. શિયાળામાં ઠંડીના કારણે ઘણા લોકોની તબિયત ખરાબ થતી હોય છે. શરદી-ઉધરસ થવી શિયાળામાં ઘણી સામાન્ય વાત છે. આ સ્થિતિમાં શિયાળામાં ગોળ અને આદુનો ઉપાય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઈમ્યુનિટી વધારેઃ ઈમ્યુનિટી વધારવા માટે શિયાળામાં આદુ અને ગોળનું સેવન ઘણું ફાયદાકારક છે. આદુમાં ઝીક અને સેલેનિયમ જેવા મિનરલ્સ હોય છે. ગોળ રોગ પ્રતિકારકશક્તિ વધારવામાં મદદ કરે છે. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેંટ ગુણ હોય છે.
પાચનક્રિયા બનાવે ઠીકઃ આધુ અને ગોળ બંને કબજિયાતને ઠીક કરવામાં ફાયદાકારક છે. બંનેમાં ફાઇબરની મોટી માત્રા હોવાથી પાચનમાં મદદ મળે છે. તમામ પ્રકારની પેટની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.
શરીરને રાખે ગરમઃ શિયાળાની સીઝનમાં આદુ અને ગોળનું સેવન શરીરને ગરમી આપે છે. ગોળ લોહીને શુદ્ધ કરે છે અને એનીમિયાના રોગી માટે અદભૂત ઉપાય છે. આ ઉપરાંત ગોળ-આદુનું સંયોજન હાડકાના દર્દમાં પણ રાહત આપે છે. લીવરને ડિટોક્સીઈ કરે છે, શ્વસન સંબંધી સમસ્યાને રોકે છે અને ઉર્જા વધારે છે.
વજન કંટ્રોલ કરેઃ આદુ અને ગોળ ખાવાથી મેદસ્વિતા પણ ઘટે છે. શરીરમાં એકસ્ટ્રા ફેટ ઘટાડવા માટે આદુ અને ગોળની ચા ફાયદાકારક સાબિત થાય છે.