વડોદરાઃ નવો ટ્રાફિક કાયદો અમલમાં આવ્યો છતાં રાજ્ય-દેશમાંથી અકસ્માતની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. મધ્યપ્રદેશના ધાર પાસે ઈંદોર-અમદાવાદ ફોરલેન નેશનલ હાઇવે પર આજે મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં દેવદર્શને નીકળેલો વડોદરાના બિલ્ડર પરિવાર ભોગ બન્યો હતો. જેમાં એક પતિ-પત્ની સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.



મળતી માહિતી મુજબ, વડોદરાનો બિલ્ડર પરિવાર મધ્યપ્રદેશના ઓમકારેશ્વર, મહાકાલ સહિત અન્ય તીર્થોના દર્શન માટે હ્યુન્ડાઈ ક્રેટા કાર લઈને સવારે 5 વાગ્યે નીકળ્યો હતો. સવારે 11 વાગ્યા આસપાસ તેમની કાર મધ્યપ્રદેશના ધાર નજીક રેતી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બિલ્ડર સહિત એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.



અકસ્માતમાં બિલ્ડર પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષાબહેન ઉપરાંત બિલ્ડના ભાભી અને સાળીનું પણ મોત થયું હતું. કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યાર બાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત

શરદ પવારે ધારાસભ્યોની પરેડમાં અજીત પવારને લઈ કર્યો મોટો ખુલાસો, પ્રથમ વખત કહી આ વાત

બાંગ્લાદેશ બોર્ડે BCCI પાસે ધોની સહિત 7 ખેલાડીની કરી માંગ, જાણો શું છે કારણ