રાજકોટઃ કુખ્યાત આરોપી નિખિલ દોંગાને (Nikhil Donga) ભગાડવાના મામલે વધુ એક આરોપીની અટકાયત કરાઈ છે. જેતપુર તાલુકા ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાની આ મામલે સંડોવણી ખુલી છે. આરોપી નિખિલ દોંગા સહિત આરોપીઓના રિમાન્ડ દરમિયાન નામ ખૂલ્યા હતા.
ગોંડલનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ઉત્તરાખંડના નૈનીતાલમાંથી ઝડપાયો હતો. નિખિલ દોંગા ભુજની પલારા જેલમાં કેદ હતો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી ફરાર થયો હતો. નિખિલ દોંગા ગુજસીટોકનો આરોપી છે. નિખિલ દોંગા ગોંડલનો કુખ્યાત આરોપી છે. નિખિલ તેના સાગરિત સાથે ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાંથી ફરાર થતાં કચ્છ પોલીસ પર સવાલ ઉઠ્યા હતા. જાપ્તા બંદોબસ્તના PSI, કોન્સ્ટેબલ સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ હતી. નિયોજીત ષડયંત્ર સામે આવતા મોટી કાર્યવાહી કરાઈ હતી. ફરાર નિખિલ દોંગાને બે જ દિવસમાં ઝડપીને ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. રાજકોટ રૂરલ પોલીસે નિખિલ દોંગાની ધરપકડ કરી હતી. નિખિલના ફરાર થયા બાદ આરોપીને ઝડપી પાડવા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી.
ગોંડલની નિખિલ ગેંગે દ્વારા એક કરોડની ઉઘરાણીનો હવાલો રાખવામાં આવ્યો હતો. જેના માટે જેલમાંથી જ માણસો મોકલવામાં આવી ધમકાવામાં આવતા હતા.
રૂપાણી સરકારે રેમડેસેવિરિ ઈંજેક્શન અંગે હાઈકોર્ટમાં શું કરી ચોંકાવનારી કબૂલાત ?
મોદીને લોકડાઉન-નાઈટ કરફ્યુ નહીં લાદવા વેપારીઓના મંડળની વિનંતી, લોકડાઉનના બદલે શું કરવા કર્યું સૂચન ?
Coronavirus: સતત છઠ્ઠા દિવસે ભારત વિશ્વમાં નંબર વન, જાણો કેટલા લાખ કેસ નોંધાયા