રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં 21 જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ખોડલધામનનો પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે હજુ પણ અવઢવનો માહોલ છે. ગુરૂવારે ખોડલધામના ટ્રસ્ટીએ આ કાર્યક્રમ વર્ચ્યુલ રાખવાની જાહેરાત કર્યા બાદ પત્રિકા વાયરલ થઈ હતી. એ પછી જાહેરાત કરાઈ છે કે, ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય શનિવારે જાહેર કરાશે. શુક્રવારે ખોડલધામના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે અને શનિવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં 21 જાન્યુઆરીએ પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. શનિવારે પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ મહોત્સવ યોજવો કે નહીં તે અંગેની સત્તાવાર જાહેરાત કરાશે..
હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ મોકૂફ રખાશે એવી જાહેરાત કરાઈ હોવાના મીડિયામાં અહેવાલ વહેતા થયા છે. આ સંદર્ભમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શુક્રવારે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટોત્સવ ચાલુ રાખવો કે નહીં તે અંગે ચર્ચા કરાશે. એ પછી શનિવારે કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લઇ લેવાશે. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી પણ કોરોનાના કેસો વધતાં પાટોત્સવ રદ થવાની શક્યતા છે.
ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કાલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી બપોરે પાટોત્સવના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના પણ છે. એક ટ્રસ્ટીએ આ પ્રકારની જાહેરાત પણ કરી દીધી હતી પણ હવે કોર કમિટીન બેઠક બોલાવાઈ છે. શનિવારે બપોરે બેઠક બાદ પાટોત્સવ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........