Surat News:સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ કાળો  કેર વર્તાવ્યો છે. અલથાણમાં તાવ આવ્યા બાદ યુવાનનું, તો પાંડેસરામાં તાવ અને ઉલ્ટી બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રોગચાળાથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે.


સુરતના અલથાણમાં ના 22 વર્ષય યુવકનું તાવના કારણે મોત નિપજ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી  રિતેશ બીમાર હતો. તેમની ખાનગી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. સુરતમાં ઝાડા ઉલટીના કેસોમાં સતત  વધારો રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.તો બીજી તરફ સુરતના પાંડસરામાં પણ તાવ અને ઉલ્ટીની ફરિયાદ બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જો કે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.


ઉલ્લેખનિય છે કે, સુરત રોગચાળોમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા 72 કલાકમાં 6ના મોત  થયા છે. છમાંથી  પૈકી ત્રણ બાળક ના મોત નિપજ્યાં છે. છેલ્લા એક મહિનામાં કુલ મરણાંક 30 પર પહોંચ્યો છે. શહેરમાં ભારે વરસાદ બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગે માથું ઉચકતા  રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા 12 દિવસમાં 38  ઝાડાના  કેસ નોંઘાયા છે. તો મેલરિયાના સાત અને  તાવ ના 76 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ ના 24,ગેસ્ટ્રો ના 38 કેસ નોંધાયા છે. સાઉથ ઝોન વિસ્તરમાં પણ રોગચાળાના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વધતા જતાં મૃત્યુ આંક આરોગ્યતંત્રની ચિંતાપણ વધારી છે. અહીં દિનપ્રતિદિન ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવ ના કેસ વધ્યાં છે. શહેરમાં ઝડપથી વધતા જતા કેસના કારણે
સુરતનું આરોગ્ય તંત્ર  દોડતું થયું છે.                                                


આ પણ વાંચો


ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી


IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું


Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર


Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય