Crime News: ગત મંગળવારે મુન્દ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. માત્ર 50 હજારના મોબાઇલ માટે મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખિયન છે કે, મુન્દ્રામાં શિક્ષક દંપતીના એક ને એક પુત્રની હત્યા થઇ જતાં આ સમગ્ર ઘટનાના કારણે મુન્દ્રામાં ચકચાર મચી ગઇ હતી. આ આ ઘટના  ટોક ઓફ ધ ટાઉન બની હતી.                                                                                                                                                  


કચ્છના મુન્દ્રામાં ત્રણ દિવસ પહેલા યુવકની  હત્યા કરાયેલી લાશ મળી હતી. શાસ્ત્રી મેદાનની પાછળ સાઈડની નદી વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મુન્દ્રા પોલીસે મર્ડરનો ભેદ ઉકેલાતા વધુ તપાસ હાથ ધરી છે.                               


શું છે સમગ્ર ઘટના


મૃતક નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની નદી કિનાર લાશ મળી આવી હતી. બાદ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા તેમના જ મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન સઘન પૂરપરછ કરતા આરોપી મિત્ર ગભરાય ગયો હતો અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે મનદુ:ખ થયું હતું. બાદ દેવું ઉતારવા માટે નિપૂર્ણનો 50 હજારનો ફોન લઇને વેચી દેવા માટે તેમની હત્યા કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો


Asia Cup 2023: કોહલીની બેટિંગ પોઝિશન બદલવાની જરૂર, આ દિગ્ગજ ખેલાડીએ શા માટે આપી આવી સલાહ


Train Accident : ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે 9 લોકો જીવતા ભૂંજાયા, 20થી વધુ ઘાયલ, જાણો અપડેટ્સ


PM Modi At ISRO: જે જગ્યાએ ચંદ્રયાન-3નું થયુ સોફ્ટ લેન્ડિંગ, PM મોદીએ એ સ્થાનનું કર્યું નામકરણ,જાણો શું આપ્યું નામ


'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર