સુરતના ઓલપાડના સરોલી ગામમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના ઓલપાડના સરોલી ગામમાં દિવ્યાંગ રાઠોડ નામના 20 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. મોપેડના સાયલન્સરમાંથી મોટો અવાજ આવતા સસરા અને જમાઇએ યુવકને માર માર્યો હતો. જમાઇએ યુવકને માથાના ભાગે માર મારતા તેનું  મોત થયું હતું. યુવકની હત્યા બાદ સસરા ગણપત પટેલ અને જમાઇ ચેતન પટેલ ફરાર થયા હતા. ઓલપાડ પોલીસે સસરા જમાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 


ખેરાલુમાં ભણવા આવતી સગીરાની બે યુવકોએ કરી છેડતી
ખેરાલુમાં ગત મહિને અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા  કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. કિશોરીનો ભાઈ તેમજ અન્ય લોકો દોળી આવતાં બન્ને યુવાન ભાગી ગયાં હતા. ખેરાલુ પોલીસે બંન્ને યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  ભરબજારમાં અભ્યાસ અર્થે જતી કિશોરીની છેડતી થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખેરાલુ શહેરમાં અસમાજિકતત્વો બેફામ  બન્યા છે. 


રીસેસમાં ક્લાસરૂમમાં એકલી બેસેલી વિદ્યાર્થીની શિક્ષકે કરી છેડતી
સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકની શરમજનક કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી માહિતી  અનુસાર, સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકે રિસેસ ટાઇમમાં ક્લાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઇટ સ્કૂલના નિલેશ ભાલાણી નામના શિક્ષકે રીસેસ ટાઈમમાં કલાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. લેપટોપમાં પરિવારે આ વીડિયો જોતા ચોકી ઊઠ્યાં હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.


સનલાઈટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેંટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈ ઈંચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલા કરી રહ્યો હતો. જો કે લંપટ શિક્ષક નિલેશ ભાલાણીએ આરોપોને ફગાવ્યા હતા. વિદ્યાર્થિની પરિચિત હોવાનું શિક્ષકે દાવો કર્યો હતો. હાલ તો સમગ્ર ઘટના મામલે DEOને ફરિયાદ કરાઈ છે.


CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........


IPL 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ