છોટાઉદેપુર : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 14 હજારથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન છોટાઉદેપુર ભાજપના જિલ્લા કિસાન મોરચાના મહામંત્રીનું કોરોના સંક્રમણથી મોત થયું છે. રિટાયર્ડ ડી.વાય.એસ.પી અને પાવી ગામના સરપંચ વિઠ્ઠલભાઈ રાઠવાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. બુધવારે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 174 લોકોનાં મૃત્યુ થયા હતો.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે. 


રાજ્યમાં બુધવારે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 


Ashok Gehlot Tests Positive:  દેશના વધુ એક મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, પત્ની પણ છે સંક્રમિત


Coronavirus Crisis: વધુ બે મોટા દેશોએ ભારતથી આવતી ફ્લાઇટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત


Coronavirus Cases India:  ભારતમાં સતત બીજા દિવસે 3200થી વધુના મોત, એક જ દિવસમાં 3.79 લાખ નવા કેસ


Surat Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરની સિવિલ હોસ્પિટલના ગેટ પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા


Rajkot Corona Cases: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 24 કલાકમાં કોરોનાની સારવાર લેતાં 66 દર્દીએ તોડ્યો દમ, મોતનો અંતિમ નિર્ણય કરશે ડેથ ઓડિટ કમિટી