નવી દિલ્હીઃ સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના થઇ હતી. દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન ટ્રેનિગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પાયલટોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.
અધિકારીઓએ કહ્યું કે દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન સાચેઓનમાં શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પાયલટોના મોત થયા છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ ત્રણ હેલિકોપ્ટર્સ, 20 વાહન અને ડઝનેક ઇમરજન્સી વર્કર્સ દુર્ઘટનાસ્થળ પર રવાના થયા હતા.
KT-1 વિમાન ટકારાયા
ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, સાઉથ કોરિયન એરફોર્સે પણ બે ટ્રેઇની વિમાન ટકરાવાની પુષ્ટી કરી છે. જોકે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પાયલટ પોતાને ઇજેક્ટ કરવામાં સફળ રહ્યા હતા કે નહીં. KT-1 ટૂ સીટર વિમાન છે. જોકે. હજુ સુધી વિમાન ટકરાયા તે પાછળનું કારણ જાણી શકાયું નથી. આ અગાઉ જાન્યુઆરીમાં સાઉથ કોરિયનમાં એરફોર્સના F-5E ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું હતું.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ સંભવિત આક્રમણને રોકવા માટે દક્ષિણ કોરિયા પાસે લગભગ 560,000 સૈનિકો છે. ઉત્તર કોરિયામાં લગભગ 1.3 મિલિયન સૈનિકો છે. તે વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એક છે. 1950 થી 1953 વચ્ચે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ થયું હતું.
પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........
1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........
NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા