લંડનઃ બ્રિટનના મિડલેડ એયર મ્યૂઝિયમની અનોખી ઘટના સામે આવી છે. અહીં એકટર્સ દ્વારા સ્ટાફને છેતરીને મ્યૂઝિયમમાં રાખવામાં આવેલા પ્લેનમાં પોર્ન ફિલ્મ શૂટિંગ કર્યું હતું. એકટર્સ દ્વારા પ્લેન ભાડા પર લેવામાં આવ્યું હતું અને આ માટે તેમણે 9000 રૂપિયા આપ્યા હતા પરંતુ એડલ્ટ ફિલ્મના શૂટિંગની જાણકારી આપી નહોતી.

મિડલેંડ એર મ્યૂઝિયમમાં લોકો અને બાળકોની હાજરી વચ્ચે એડલ્ટ ફિલ્મના શૂટિંગને લઈ અનેક સવાલો ઉદભવે છે. ધ સનના રિપોર્ટ મુજબ, જે પ્લેનમાં શૂટિંગ કરવામાં આવ્યું તે એક સમયે એર ફ્રાન્સનું વિમાન હતું. મ્યૂઝિયમના સ્ટાફના કહેવા મુજબ, તેમને અંધારામાં રાખીને એડલ્ટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું. શૂટિંગ માટે એકટર્સ પાયલટ અને એરહોસ્ટેસના ડ્રેસમાં આવ્યા હતા. તેમણે સ્ટાફને સ્વિમવિયર શૂટ કરવા જતા હોવાનું જણાવ્યું હતું.

મ્યૂઝિયમના સ્ટાફના કહેવા મુજબ, જો તેમને સમયસર ઘટનાની જાણ થઈ હોત તો શૂટિંગ અટકાવી દેત. જે પ્લેનમાં શૂટિંગ કરવામાં આવ્યું તે 1950ના દાયકમાં ચાર્ટર હોલિડે માટે ઉપયોગમાં લેવાતું હતું. મ્યૂઝિયમના મેનેજરના કહેવા મુજબ, ઘણીવાર લોકો આ પ્રકારના યુનિફોર્મમાં આવે છે અને પ્લેનની અંદર શૂટિંગ કરે છે. તેથી પાયલટ અને એરહોસ્ટેસના વેશમાં આ લોકો આવ્યા ત્યારે તેમના પર શંકા નહોતી ગઈ.


બાલ ઠાકરેની પુણ્યતિથિ પર NCPના નેતાએ આપી પ્રથમ વખત આપી શ્રદ્ધાંજલિ, જાણો વિગત

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ