ઢાકાઃભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) કહેર મચાવી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશે પણ આવતા સપ્તાહથી એક અઠવાડિયાનું લોકડાઉન લાદવાનો (Bangladesh Lockdown) ફેંસલો લીધો છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 6.17 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં ગયા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, બાંગ્લાદેશ સરકારે કોરનાના કેસ અને મૃત્યુઆંક વધતાં 5 એપ્રિલથી એક સપ્તાહનું લોકડાઉન લાદવાનો (Bangladesh Coronavirus Lockdown) નિર્ણય કર્યો છે. માત્ર ઈમરજન્સી સેવાનો છૂટ (Emergency Service) આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, જેને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે લોકડાઉન નાંખીને તેના પ્રસારને રોકવાનો ફંસલો સરકારે લીધો છે. શેખ હસીના સરકારે બીજી વખત દેશમાં સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લાદવાનો નિર્ણય કર્યો છે. તેના સકારાત્મક પરિણામ મળવાની સરકારને આશા છે.
તાજેતરમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ સંસદમાં એક નિવેદ આપીને લોકોને વધારે સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, આપણે સ્થિતિને નિયંત્રણમાં લાવવી પડશે, વાયરસ પર કાબુની કોશિશ કરી રહ્યા છીએ. કોરોના પર કાબુ માટે લોકોની વધારે જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે (PM Modi Bangladesh Visit 2021) ગયા હતા. જેમાં બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા.
Coronavirus Immunity Tips : કોરોનાની બીજી લહેર, આ ફૂડસ ઈમ્યુનિટીને પાડે છે નબળી, રહો તેનાથી દૂર
Canada Lockdown: વિશ્વના આ જાણીતા દેશે એક મહિનાનું લાદી લીધું લોકડાઉન, ગુજરાતીઓની છે મોટી સંખ્યા
Corona Update: દેશમાં કોરોનાનું તાંડવ, 24 કલાકમાં 714 લોકોને ભરખી ગયો, 89 હજારથી વધુ નોંધાયા કેસ