Russia Ukraine Conflict: યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાન સૈનિકોની બર્બરતા વિરુદ્ધ બ્રિટેને કડક વલણ અપનાવવાનુ શરૂ કરી દીધુ છે. રશિયાને સબક શીખવાડવા માટે તે માત્ર પ્રતિબંધો જ નથી લગાવી રહ્યું હવે તે યૂક્રેનને ખતરનાક હથિયારો આપવા માટે પણ તૈયાર થઇ ગયુ છે. 


બ્રિટેન યૂક્રેનની સેન્ય મદદ અને આર્થિક સહયતા માટે આગળ આવ્યુ છે. તાજેતરમાં જ બ્રિટેને યૂક્રેનને સૈન્ય મદદ માટે £100m પેકેજ અંતર્ગત આર્મર્ડ વ્હીકલ આપવાનો નિર્ણય લીધો છે. 


બ્રિટેનના રક્ષા સચિવ બેન વાલેસે એક ટીવી ચેનલને બતાવ્યુ કે યૂક્રેની સેનાને માસ્ટિક આર્મર્ડ વ્હીકલ આપવામાં આવશે. આ એક વ્હીકલનુ વજન 23 ટન છે. આમાં 8 સૈનિક અને 2 ચાલક આવી શકે છે. આ મદદથી યૂક્રેની સૈનિક રશિયન સૈનિકો વિરુદ્ધ આક્રમક રીતે લડી શકશે. આ વાહનોને અફઘાનિસ્તાન સંઘર્ષ દરમિયાન ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લૉસિવ ડિવાઇસીસ (IEDs) નો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.  


આ પહેલા પણ યૂક્રેનને મદદ મળી ચૂકી છે. રોમાનિયામાં નાટોના એક કાર્યક્રમમાં વાલેસે કહ્યું કે 2 લાખ સમાન પહેલાથી જ યૂક્રેન મોકલી દેવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત નવો જથ્થામાં સ્ટારસ્ટ્રેક એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ, 800 એન્ટી ટેન્ક મિસાઇલ, હેલમેટ અને નાઇટ વિઝન ગૉગલ્સ પણ યૂક્રેન મોકલવામાં આવશે. 


આ પણ વાંચો.......... 


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ


IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો


ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો