બ્રાઝીલઃ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ કોરોનાનું વિકરાળ (Coronavirus) રૂપ જોવા મળી રહ્યું છે. બ્રાઝીલમાં કોરોના (Brazil Corona Cases) બેકાબૂ બની રહ્યો છે અને મોતના સતત વધતા આંકડાથી લોકો ડરી ગયા છે. મંગળવારે બ્રાઝીલમાં સૌથી વધારે મોત થયા હતા.


 બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 3,780 લોકોના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા લોકોને કોરોના ભરખી (Coronavirus Death) જતાં લોકો ભયભીત બની ગયા છે. બ્રાઝીલમાં (Brazil) કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત ખૂબ ઝડપથી વધી રહી છે. ગત સપ્તાહે અહીંયા દરરોજ 2600 લોકો કોરોના વાયરસથી મોતને ભેટ્યા હતા. જ્યારે 75,000 લોકો સંક્રમિત થઈ રહ્યા હતા. પરંતુ હવે મૃતકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બ્રાઝીલમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 3.17 લાખને પાર થઈ ગઈ છે.


213 મિલિયનની વસતીવાળો દેશ બ્રાઝીલ વિશ્વમાં અમેરિકા (USA) બાદ મહામારીથી (Corona Pandemic) સૌથી વધારે પ્રભાવિત છે. જેના કારણે બ્રાઝીલ સરકારે કોવેક્સિનના 20 મિલિયન ડોઝ ખરીદવા ગત મહિને ભારત સાથે ડીલ કરી હતી. પરંતુ મંગળવારે સ્વાસ્થ્ય નિયામક અન્વેષાએ કહ્યું કે, આ ડોઝ તેમની જરૂરિયાતને પૂરી નહીં કરી શકે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,21,49,335 થયા છે. જ્યારે 1,14,34,301 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,52,566 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,468 છે. દેશમાં કુલ 6,30,54,353 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.


આવતીકાલથી કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે ફેઇલ, જાણો શું છે કારણ


ભાજપ કાર્યકરો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે એ અંગે નીતિન પટેલે શું આપ્યો જવાબ ?


આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ, મોંઘવારીના મારથી પીડાતી જનતાને લાગશે વધુ એક ફટકો, આ વસ્તુઓ થશે મોંઘી