નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં અનાજ અને ખોરાકનુ સંકટ પેદા થઇ ગયુ છે. આ કડીમાં હવે ભારત આગળ આવીને કામ કરી રહ્યું છે. રશિયા અને યૂક્રેન દુનિયામાં ઘઉંની નિકાસના મામલામાં અગ્રણી દેશો છે, પરંતુ હાલમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલતુ હોવાથી દુનિયાને ઘઉં ક્યાંથી ખરીદવા એ મોટો પડકાર બની ગયો છે. આવામાં તમામ દેશો ભારત પાસે સમાધાન ઇચ્છી રહ્યાં છે.
9 દેશોમાં પોતાની ટીમ મોકલશે એપીડા -
આફ્રિકન દેશો ઇજિપ્ત તરફથી ભારતના ઘઉંને પોતાને ત્યાં મંજૂરી અપાયા બાદ હવે ભારતે બીજા દેશોમાં પણ ઘઉં નિકાસ કરવાની સંભાવનાઓ શરૂ કરી દીધી છે.
આ સિલસિલામાં વાણિજ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારી સંસ્થા કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિર્યાત વિકાસ પ્રાધિકરણ ( APEDA) જલદી 9 દેશોમાં પોતાનુ એક વેપાર પ્રતિનિધિમંડળ મોકવલા જઇ રહ્યું છે, જેથી આ દેશોમાં ભારત તરફથી ઘઉં નિકાસ કરવાની સંભાવનાઓને જાણી શકાય. આ દેશોમાં મોરોક્કો, ટ્યૂનીશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, વિયેતનામ, તુર્કી, અલ્ઝીરિયા અને લેબનાન સામલે છે.
રશિયા અને યૂક્રેનના કારણે ઉભા થયેલા વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખી ભારત પોતાની ફરજ નિભાવવા તૈયાર છે. પેદા થયેલી ઘઉંની માંગની વચ્ચે આ વર્ષે ( 2022 - 23 દરમિયાન કુલ 1 કરોડ ટન ઘઉંની નિકાસનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. એપીડાના ચેરમેન એમ અંગમુથુ અનુસાર, એકલા ઇજિપ્તના 30 લાખ ટન ઘઉંની નિકાસનુ લક્ષ્ય રાખ્યુ છે.
ખરેખરમાં 2020-21 સુધી દુનિયાભરમાંથી થઇ રહેલા ઘઉંના વેપારમાં ભારતનો ભાગ બહુજ ઓછો હતો, ગયા વર્ષે પોતાની ભાગીદાર વધારતા ભારતે 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જેની કિંમત લગભગ 2 બિલિયન અમેરિકન ડૉલર હતી, જોકે આમાંથી 50 ટકા ઘઉં માત્ર બાંગ્લાદેશને નિકાસ કરવામા આવ્યા હતા.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો