Israeli Airstrikes in Aleppo and Damascus: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે. વાસ્તવમાં ઈઝરાયેલે ઈરાનના વિમાનોને નિશાન બનાવીને સીરિયાના બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની એરક્રાફ્ટ મિસાઈલ અને હથિયારોથી સજ્જ હતું.
ઈઝરાયેલે બુધવારે રાત્રે સીરિયાના અલેપ્પો અને દમાસ્કસ એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. સીરિયન મીડિયા અનુસાર ઈઝરાયેલે એક કલાકની અંદર બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈરાની વિમાનને ઉતરતા અટકાવવા માટે ઈઝરાયેલે અલેપ્પો એરપોર્ટને નિશાન બનાવ્યું હતું.
બાઇડેન સાથે વાત કર્યા પછી એરસ્ટ્રાઈક
સીરિયન મીડિયા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં એરપોર્ટ પર નુકસાન થયું છે. હુમલા દરમિયાન એરપોર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હતી અને મિસાઇલને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે સીરિયામાં હવાઈ હુમલો કરતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી હતી.
સીરિયન આરબ ન્યૂઝ એજન્સી અનુસાર, સીરિયન એર ડિફેન્સે દમાસ્કસના ગ્રામીણ વિસ્તારમાં ઇઝરાયેલના હુમલાનો સામનો કરતી વખતે ઘણી મિસાઇલો છોડી હતી. સીરિયન સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 9.15 વાગ્યે ઇઝરાયેલે ઉત્તર અધિકૃત પેલેસ્ટાઇનમાં તિબરિયાસ તળાવની દિશામાંથી હુમલો કર્યો, જેમાં દમાસ્કસના દક્ષિણપૂર્વમાં કેટલાક સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયેલના સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે રાત્રે લગભગ 8 વાગ્યે ઇઝરાયેલે અલેપ્પો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કર્યો. સીરિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલના હુમલાથી એરપોર્ટને નુકસાન થયું છે પરંતુ કોઈને ઈજા થઈ નથી.
એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલે એક અઠવાડિયાથી ઓછા સમયમાં બીજી વખત આ હવાઈ હુમલો કર્યો છે. અગાઉ તેણે અલેપ્પોના દક્ષિણ પશ્ચિમમાં સીરિયન સાયન્ટિફિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ સેન્ટર પર બોમ્બમારો કર્યો હતો. હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હતા અને સંપત્તિને નોંધપાત્ર નુકસાન થયું હતું. 2019માં પણ ઈઝરાયેલે અલેપ્પોના એરપોર્ટને નિશાન બનાવ્યું હતું.
Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો