નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 24મો દિવસ છે. સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા પર દુનિયાના અનેક દેશો પ્રતિબંધો લગાવી રહ્યા છે. અમેરિકા, યૂરોપીયન યૂનિયન સહિતના અનેક દેશોએ રશિયા સાથે વેપારથી લઇને અનેક પ્રકારના સંબંધો કાપી નાંખ્યા છે. કેટલીય મોટી કંપનીઓએ રશિયા સાથે વેપાર બંધ કરી દીધો છે. આમાં મોટી મોટી ટેક દિગ્ગજ સામેલ છે. મેટાએ પોતાના ફેસબુક અને ઇન્સ્ટગ્રામ પ્લેટફોર્મને પણ રશિયા માટે બંધ કરી દીધુ છે. જોકે, હવે રશિયા આ એપને ટક્કર આપવા માટે નવી ફોટો શેરિંગ એપ લાવી રહી છે. આ એપનુ નામ છે Rossgram. રિપોર્ટ અનુસાર આની લૉન્ચિંગ 28 માર્ચે થવાની છે. જાણો શું છે આ એપમાં ખાસ.......
આ હોઇ શકે છે ફિચર્સ -
રિપોર્ટ અનુસાર, Rossgramનો લૂક ઇન્સ્ટાગ્રામથી મળતો આવશે. જોકે દાવો કરવામાં આવ્યો છે કે હૉમ પેજમાં કેટલાક નવા ફિચર્સ એડ કરવામાં આવશે. આમાં કંપની ક્રાઉડ ફન્ડિંગ અને કન્ટેન્ટ એક્સેસ જેવા ફિચર્સ આપશે. આ એપના કલર અને લેઆઉટને લઇને ચર્ચા છે કે આ ઇન્સ્ટાગ્રામની જેવી જ હોઇ શકે છે.
કેમ પડી જરૂર -
રશિયામાં આ રીતની પોતાની એપ લાવવાની નોબત પાછળ યૂક્રેન યુદ્ધ છે. ખરેખરમાં યૂક્રેન પર હુમલો કર્યા બાદથી રશિયા પર અમેરિકા અને તેના સહયોગી દેશોએ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. કેટલીય કંપનીઓ પણ આ રસ્તે ચાલી છે. ફેસબુકે પણ રશિયા માટે કેટલાય કડક પ્રતિબંધો લગાવ્યા છે. એટલુ જ નહીં ફેસબુકે પોતાની પૉલીસીમાં ફેરફાર કરીને રશિયા માટે હેટ સ્પીચની પણ અનુમતિ આપી દીધી છે. આ પછી રશિયાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બેન લગાવી દીધો.
આ પણ વાંચો........
યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો
IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત
Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત