Russia Ukraine War: યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે અને હજી પણ સતત હુમલાઓ ચાલુ છે. આ સ્થિતિ વચ્ચે રશિયાએ યુક્રેનથી ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે બસ મોકલવાની વાત કહી હતી. જો કે રશિયાનું કહેવું છે કે, અમે મોકલેલી બસોની સુરક્ષા માટે યુક્રેને કોઈ ગેરંટી ના આપતાં બસો ખાલી જ પરત ફરી છે. 


પુતિનની પાર્ટીના ધારાસભ્ય અભયસિંહે એબીપી ન્યુઝને જણાવ્યું કે, "160 બસો ગુરુવારે યુક્રેનની બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓને લેવા માટે ગઈ હતી. હું પોતે (અભયસિંહ) પણ હાજર હતો. પરંતુ યુક્રેન તરફથી સુરક્ષાની કોઈ ગેરંટી ના મળતાં બસો પરત આવી હતી."


આ પહેલાં રશિયાના રક્ષા નિયંત્રણ કેન્દ્રના પ્રમુખ કર્નલ-જનરલ મિખાઈલ મિજિન્ત્સેવે કહ્યું કે, ખારકીવ અને સુમીથી ભારતીયો અને અન્ય દેશોના નાગરીકોને યુક્રેનથી બહાર કાઢવા માટે બસોની વ્યવસ્થા કરી છે. બસો નેખોતેયેવકા અને સુદઝા ચેકપોઈન્ટ પર તૈયાર છે. 


રશિયાએ યુક્રેનની સામે 24 ફેબ્રુઆરીથી શરુ કરેલા યુદ્ધ બાદ યુક્રેનના ઘણા શહેરો પર હુમલા કર્યા છે. યુદ્ધના કારણે લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે. 17 હજારથી વધુ ભારતીયો પણ યુક્રેનથી પરત આવ્યા છે. જો કે, ખારકીવ અને સુમી સહિત ઘણા શહેરોમાં સેંકડો ભારતીયો હજી પણ ફસાયેલા છે. 


આ પણ વાંચોઃ


તેલ કંપનીઓ નુકસાનને ભરપાઈ કરવા પેટ્રોલ-ડિઝલમાં આટલા ભાવ વધારી શકે, ICICI સિક્યુરિટીજના રિપોર્ટમાં દાવો


Video : યુક્રેનથી સુરત પરત આવ્યા 3 યુવાનોઃ પિતાને જોતા જ યુવતી દોડીને વળગી રડી પડી, સર્જાયા ભાવુક દ્રશ્યો


Russia Ukraine War: સાત દિવસની અંદર યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યાના ત્રણ પ્રયાસો નિષ્ફળ, રિપોર્ટમાં દાવો


પુતિનની હત્યા કરી દેવી જોઇએ તેવા અમેરિકાના સાંસદના નિવેદન પર ભડક્યુ રશિયા, કહ્યુ- 'આ ક્રિમિનલ એક્ટ છે'