Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ કહ્યું કે યુક્રેન પરના હુમલા બાદ રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ રવિવારે એક વીડિયો જાહેર કરીને આ વાત કહી હતી.


 યુક્રેનના  રાષ્ટ્રપતિએ વીડિયોમાં કહ્યું કે  યુક્રેન પર રશિયન આક્રમણ નરસંહાર સમાન છે. તેમણે કહ્યું કે રશિયાએ યુદ્ધનો  માર્ગ અપનાવ્યો છે, તેથી રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ.


 Volodymyr Zelenskyyએ કહ્યું કે યુક્રેનિયન શહેરો પર રશિયન હુમલાની આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા તપાસ થવી જોઈએ અને રશિયન આક્રમણની નિંદા થવી જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાના દાવાને ખોટો ગણાવ્યો કે તે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું નથી.


 અગાઉ રશિયન હુમલા વિશે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે શનિવારની રાત ક્રૂર હતી. રશિયન સેના દ્વારા ઈમારતો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. રશિયન સૈનિકો એવા વિસ્તારો પર હુમલો કરી રહ્યા છે જ્યાં કોઈ સૈન્ય માળખાગત સુવિધા નથી. જે વિસ્તારોમાં રશિયાના કબજામાં છે ત્યાં સૈનિકો એમ્બ્યુલન્સ સહિત નાગરિકો પર હુમલો કરી રહ્યા છે.


 રશિયા દ્વારા યુક્રેન પર થયેલા હુમલા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં ચીન તેમજ ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભાગ લીધો ન હતો. રશિયાએ ભારતના આ પગલાની પ્રશંસા કરી છે.


 સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15માંથી 11 સભ્યોએ આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે, રશિયાએ વીટો કર્યો અને દરખાસ્ત પડતી મૂકી હતી.


 


તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું


Russia Ukraine War: યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ


Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ


જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન