આ ક્રિકેટ ટીમના 2 ખેલાડીએ હોટલની મહિલા કર્મચારીની કરી છેડતી, મળી આ સજા
abpasmita.in | 29 Dec 2019 08:39 AM (IST)
બૅટ્સમેન લક્ષ્ય થરેજા દિલ્હી તરફથી લિસ્ટ એ ની મેચ રમ્યો છે. જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફાસ્ટ બોલર કુલદીપનું પંજાબ સામેની રમાનારી આગામી રણજી મેચમાં ઇશાંત શર્માના સ્થાને રમવાનું નક્કી હતું.
કોલકાતા : દિલ્હી અંડર-23 ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ કુલદીપ યાદવ અને લક્ષ્ય થરેજા પર કોલકાતામાં હોટલની મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહારનો કરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિયેશને (DDCA) બંગાળ સામે સીકે નાયડુ ટ્રોફી મેચની પૂર્વ સંધ્યા પર આ આરોપ સાબિત થવાના કારણે બંને ખેલાડીઓને ઘરે મોકલી દીધા છે. બૅટ્સમેન લક્ષ્ય થરેજા દિલ્હી તરફથી લિસ્ટ એ ની મેચ રમ્યો છે. જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફાસ્ટ બોલર કુલદીપનું પંજાબ સામેની રમાનારી આગામી રણજી મેચમાં ઇશાંત શર્માના સ્થાને રમવાનું નક્કી હતું. ખબર છે કે આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી DDCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું બંને ખેલાડી બંગાળ સામે આજથી શરુ થઈ રહેલી મેચ રમી રહ્યા નથી. તેમને આચાર સંહિતાના ભંગના કારણે પાછા ઘરે મોકલી દીધા છે. અમે સાંભળ્યું છે કે કથિત રીતે ખેલાડી ક્રિસમસ પાર્ટી કરવા હોટલમાં પહોંચ્યા હતા. આ પછી બે ખેલાડી મહિલાકર્મીનો પીછો કરતા તેના રુમમાં પહોંચી ગયા હતા અને સતત રુમનો દરવાજો ખખડાવતા રહ્યા હતા. આ પછી મહિલા કર્મચારીએ રિસેપ્શન પર ફોન કરીને ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજથી ખેલાડીની ઓળખ થઈ હતી. આ મામલામાં પોલીસ ફરિયાદ થઈ નથી કારણ કે દિલ્હી ટીમે હોટલના અધિકારીઓની કોઈપણ શરત વગર માફી માંગી લીધી હતી. ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ