નવી દિલ્હીઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. હજુ સુધી તેની કોઈ સારવાર શોધી શકાય નથી. આ માટે આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ સાવધાની દ્વારા આ વાયરસથી બચવાની અપીલ કરી રહ્યા છ. જાણીતી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના પુત્રના હાથ સેનેટાઇઝ કરાવી રહી છે.

આ વીડિયો દ્વારા સાનિયા મિર્ઝાએ કોરોના વાયરસથી બચવાની રીત બતાવી છે. સાનિયાએ લખ્યું, સાવધાની હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.તમે બધા તમારો ખ્યાલ રાખો અને ખુદને બચાવો.



સાનિયા મિર્ઝાએ ઓક્ટોબર 2018માં પુત્રને જન્મ આપ્યો હતો જે બાદ ટેનિસમાંથી બ્રેક લીધો હતો. 2020ની શરૂઆતમાં તણે વાપસી કરી હતી. હાલ તે બ્રેક પર છે. ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન અને મહિલા ટેનિસ એસોસિએશને કોરોના વાયરસના કારણે તમામ ટુર્નામેન્ટ રદ્દ કરી દીધી છે.

IPL 2020 રદ્દ થશે તો ધોનીની કરિયરનો આવી જશે અંત ? જાણો વિગત

કોરોના વાયરસના કહેર વચ્ચે T20 વર્લ્ડકપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો વિગત