શોધખોળ કરો
Advertisement
ભારતના આ સ્ટાર ક્રિકેટરે માથુ મુંડાવ્યુ, તો અનુપમ ખેરે કહ્યું- 'ગંજો કી મહફિલ મે આપકા સ્વાગત હૈ......'
કપિલ દેવના બાલ્ડ લૂકની ફેન્સ પણ પ્રસંશા કરી રહ્યાં છે, ફેન્સ તરફથી ઢગલાબંધ કૉમેન્ટો આવી રહી છે
નવી દિલ્હીઃ દેશમાં હાલ લૉકડાઉનની સ્થિતિ ચાલુ છે, ત્યારે સેલેબ્સ ઘરમાં બેઠાં બેઠાં નવા નવા અખતરા કરી રહ્યાં છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટરે બાલ્ડ લૂક કરાવ્યુ તો એક્ટર અનુપમ ખેરે તેમની તસવીર પર ચૂટકી લઇ લીધી. આ તસવીર અને કૉમેન્ટ હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
ખરેખરમાં, કપિલ દેવે પોતાનુ માથુ મુંડાવી નાંખ્યુ છે, અને ટકુ કરાવીને એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તે એક ખાસ અંદાજમાં દેખાઇ રહ્યાં છે. આ તસવીર પર એક્ટર અનુમપ ખેરે ચૂટકી લેતા કપિલ દેવને પોતાના ક્લબમાં સામેલ થવા પર સ્વાગત કર્યુ હતુ.
અનુપમ ખેરે ટ્વીટ લખ્યું- તો હવે મારો પ્યારો દોસ્ત કપિલ દેવ પણ ગંજો થઇ ગયો છે, ફેશનેબલી શેવ્ડ પણ કહી શકાય છે, મેં હંમેશાથી કહ્યું કે આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે, ગંજા અને ભવિષ્યના ગંજા. ક્લબમાં તમારુ સ્વાગત છે સર. ગંજો કી મહફિલમાં આપકા બાલો રહિત સ્વાગત હૈ.
કપિલ દેવના બાલ્ડ લૂકની ફેન્સ પણ પ્રસંશા કરી રહ્યાં છે, ફેન્સ તરફથી ઢગલાબંધ કૉમેન્ટો આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement