Asia Cup 2022, India Playing 11: આજથી મહત્વની ટૂર્નામેન્ટ એશિયા કપ 2022ની શરૂઆત થઇ રહી છે, પરંતુ મહત્વની મેચ આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે આ પહેલા બન્ને ટીમો પોતાની દમદાર પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવામાં પડ્યા છે, મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી થઇ ચૂકી છે. કેપ્ટન રોહિત શર્મા સાથે આ વખતે ફરી એકવાર કેએલ રાહુલ ઓપનિંગ કરતો દેખી શકાય છે. જુઓ પાકિસ્તાન સામેની મેગા મેચમાં કોને કોને મળી શકે છે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન........
રિપોર્ટ પ્રમાણે, ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે વચગાળાના હેડ કૉચ વીવીએસ લક્ષ્મણે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી કરી લીધી છે. આ ટીમમાં રોહિત શર્મા સાથે ફરી એકવાર અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતરી શકે છે. વળી, ત્રણ નંબર પર વિરાટ કોહલીનુ સ્થાન છે.કોહલી માટે આ મેચ મહત્વની બની રહેશે.
ટીમના મીડલ ઓર્ડરની વાત કરીએ તો ચોથા નંબર પર ફરી એકવાર સૂર્યકુમાર યાદવને મોકો આપવામાં આવી શકે છે. સૂર્યકુમાર અત્યાર ટી20નો સૌથી ઘાતક બેટ્સમેન બની ચૂક્યો છે, અને આઇસીસી રેન્કિંગમાં પણ બીજા નંબર પર છે, આ પછી કૉચ અને કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર દાવ લગાવી શકે છે, હાર્દિક પાસે બેટિંગ અને બૉલિંગ કરાવી શકાય છે.
બૉલિંગ વિભાગની વાત કરવામા આવે તો, ઓલરાઉન્ડર રવીન્દ્રા જાડેજા અને લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલ સ્પીન બૉલિંગ વિભાગ સંભાળશે, તો અનુભવી ભુવનેશ્વરની સાથે અર્શદીપ સિંહને મોકો આપવામાં આવી શકે છે. ખાસ વાત છે કે આ બન્નેને ફાસ્ટ બૉલિંગમાં હાર્દિક પંડ્યા સાથ આપશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ફરી એકવાર ટીમમાં એકસાથે ત્રણ વિકેટકીપરો રમી શકે છે. ઋષભ પંતની સાથે દિનેશ કાર્તિક અને કેએલ રાહુલ પણ વિકેટકીપિંગના બેસ્ટ ઓપ્શન છે.
આવી હશે પાકિસ્તાન સામેની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન.........
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો..
Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય
Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....
Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન
CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા