એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનમાં યોજાશે. ક્રિકેટનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
એશિયન ગેમ્સ 2026નું ક્રિકેટ શેડ્યૂલ જાહેર: જાણો ટીમ ઈન્ડિયા ક્યારે મેદાનમાં ઉતરશે
જાપાનમાં યોજાનારી ગેમ્સમાં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલથી શરૂઆત કરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ.

- ક્રિકેટ 2026 જાપાન એશિયન ગેમ્સમાં શામેલ, ભારત ભાગ લેશે.
- ભારતીય મહિલા ટીમ 17 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલ રમશે, ફાઇનલ 22 સપ્ટેમ્બર.
- ભારતીય પુરુષ ટીમ 28 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલ, ફાઇનલ 3 ઓક્ટોબર.
- ઉચ્ચ ICC રેન્કિંગ ટીમોને સીધા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળશે.
Asian Games: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે! જાપાનમાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 'એશિયન ગેમ્સ' માટે ક્રિકેટનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રમતોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ અને મહિલા બંને) પોતાના મેડલનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે આ વખતે એશિયન ગેમ્સમાં ભારત તરફથી 35 અલગ-અલગ રમતોમાં કુલ 523 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે.
મહિલા ટીમની સીધી ક્વાર્ટર ફાઇનલથી શરૂઆત
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત એશિયન ગેમ્સના સત્તાવાર ઉદ્ઘાટન સમારોહ પહેલા જ થઈ જશે. આ ઇવેન્ટમાં માત્ર 8 ટીમો જ ભાગ લઈ રહી છે, જેમને તેમના ICC રેન્કિંગ મુજબ સીધી નોકઆઉટ એટલે કે ક્વાર્ટર ફાઇનલથી રમવાની તક મળશે. આ 8 ટીમોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, જાપાન, ચીન અને મલેશિયાનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમની પહેલી ટક્કર 17 સપ્ટેમ્બરે જાપાન સામે થશે, જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે.
પુરુષોની ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે જંગ
બીજી તરફ, પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, નેપાળ, હોંગકોંગ, મલેશિયા અને ઓમાનનો સમાવેશ થાય છે.
23 જુલાઈ 2026 સુધીના T20 રેન્કિંગના આધારે ટીમોનું સીડિંગ નક્કી કરવામાં આવ્યું છે. નિયમ મુજબ, રેન્કિંગમાં નીચે રહેલી 6 ટીમોએ ગ્રુપ સ્ટેજ રમીને નોકઆઉટ માટે ક્વોલિફાય થવું પડશે. જ્યારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ તેમના ઉચ્ચ ICC રેન્કિંગને કારણે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય પુરુષ ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.
પુરુષોની ટુર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ
24 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન વિ. જાપાન | હોંગકોંગ વિ. મલેશિયા
25 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન વિ. નેપાળ | હોંગકોંગ વિ. ઓમાન
26 સપ્ટેમ્બર: જાપાન વિ. નેપાળ | મલેશિયા વિ. ઓમાન
28 સપ્ટેમ્બર:
પહેલી ક્વાર્ટરફાઇનલ: ભારત વિ. ગ્રુપ A રનર-અપ
બીજી ક્વાર્ટરફાઇનલ: પાકિસ્તાન વિ. ગ્રુપ B રનર-અપ
29 સપ્ટેમ્બર:
ત્રીજી ક્વાર્ટરફાઇનલ: બાંગ્લાદેશ વિ. ગ્રુપ B વિજેતા
ચોથી ક્વાર્ટરફાઇનલ: શ્રીલંકા વિ. ગ્રુપ A વિજેતા
1 ઓક્ટોબર: પહેલી અને બીજી સેમિફાઇનલ
3 ઓક્ટોબર: બ્રોન્ઝ મેડલ મેચ અને ગોલ્ડ મેડલ (ફાઇનલ) મેચ
મહિલા ટુર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ
17 સપ્ટેમ્બર:
પહેલી ક્વાર્ટરફાઇનલ: ભારત વિ. જાપાન
બીજી ક્વાર્ટરફાઇનલ: બાંગ્લાદેશ વિ. ચીન
18 સપ્ટેમ્બર:
ત્રીજી ક્વાર્ટરફાઇનલ: મલેશિયા વિ. શ્રીલંકા
ચોથી ક્વાર્ટરફાઇનલ: પાકિસ્તાન વિ. થાઇલેન્ડ
20 સપ્ટેમ્બર: પહેલી અને બીજી સેમિફાઇનલ
22 સપ્ટેમ્બર: બ્રોન્ઝ મેડલ મેચ અને ગોલ્ડ મેડલ (ફાઇનલ) મેચ
Frequently Asked Questions
એશિયન ગેમ્સ 2026 ક્યારે અને ક્યાં યોજાશે?
એશિયન ગેમ્સમાં કઈ ભારતીય ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે?
ભારતીય પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો એશિયન ગેમ્સમાં મેડલનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે. ભારત 35 અલગ-અલગ રમતોમાં કુલ 523 ખેલાડીઓ મોકલશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ ક્યારે છે?
ભારતીય મહિલા ટીમની પહેલી ટક્કર 17 સપ્ટેમ્બરે જાપાન સામે થશે. તેઓ સીધી ક્વાર્ટર ફાઇનલથી શરૂઆત કરશે અને ફાઇનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પહેલી મેચ ક્યારે છે?
ભારતીય પુરુષ ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. ઉચ્ચ ICC રેન્કિંગને કારણે તેઓ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
પુરુષ ક્રિકેટમાં કઈ ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે?
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ તેમના ઉચ્ચ ICC રેન્કિંગને કારણે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. અન્ય 6 ટીમો ગ્રુપ સ્ટેજ રમીને ક્વોલિફાય થશે.



















