સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા મોટો ફટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર જેમ્સ પેટિસનને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે. જેના કારણે તે 21 નવેમ્બરથી ગાબામાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટિસનને એક ઘરેલુ મેચ દરમિયાન કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘન માટે સસ્પેન્ડ કર્યો છે.

પેટિસને વિક્ટોરિયા તરફથી રમતી વખતે ક્વીંસલેંડ સામેની શેફીલ્ડ શીલ્ડની એક મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સાથી ખેલાડીને ગાળ આપી હતી. સાથી ખેલાડી સાથે અભદ્ર વ્યવહાર કરવા બદલ તે દોષી જણાયો હતો અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં પેટિસન પર લગાવવામાં આવેલા પ્રતિબંધની જાણકારી આપવામાં આવી છે. નિવેદન મુજબ, પેટિસને તેની ભૂલ બદલ વિરોધી ટીમ અને એમ્પાયરની માફી માંગી લીધી હતી, આ કારણે તેના પર કોઇ આરોપ લગાવવામાં આવ્યો નહોતો.


પેટિસને શું કહ્યું હતું તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને ફિલ્ડિંગ દરમિયાન ખેલાડીને અપશબ્દોનો ઉપયોગ કર્યા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 18 મહિનામાં પેટિસને ત્રીજી વખત કોડ ઓફ કન્ડક્ટ તોડ્યો છે. આ કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને ધૂળ ચટાવ્યા બાદ ઈન્દોરમાં જ રોકાશે ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

સ્ટાફને અંધારામાં રાખીને ફ્લાઈટમાં ફિલ્મનું કર્યું શૂટિંગ, પાયલટ-એર હોસ્ટેસના ડ્રેસમાં આવ્યા એક્ટર્સ, ફિલ્મ વિશે જાણીને ચોંકી જશો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ

સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો