નવી દિલ્હીઃ બીસીસીઆઇએ રણજી ટ્રૉફીના શિડ્યૂલમાં મોટો ફેરફાર કર્યો છે, રણજી ટ્રૉફીની નૉકઆઉટ મેચો બે દિવસ મોડી શરૂ થશે. ક્વાર્ટરફાઇનલ મેચો 6 જૂનથી રમાશે, જ્યારે સેમિફાઇનલ મેચો 14 જૂનથી અને ફાઇનલ મેચ 22 જૂને રમાશે.
બેંગ્લુરુ રણજી ટ્રૉફીની નૉકઆઇટ મેચોમાં મેજબાની કરવાવાનુ છે. આ પહેલા ક્વાર્ટરફાઇનલ 4 જૂનથી શરૂ થવાની હતી અને ફાઇનલ મેચ20 જૂને રમાવવાની હતી. રણજી ટ્રૉફીની લીગ તબક્કો હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થયા પહેલા રમાઇ હતી, અને બીસીસીઆઇએ કહ્યું હતુ કે નૉકઆઉટ આ લોભાવની ટી20 લીગ બાદ રમાશે.
ચાર ક્વાર્ટર ફાઇનલ 6 થી 10 જૂન સુધી રમાશે, પહેલા ક્વાર્ટર ફાઇનલમાં બંગાળનો સામનો ઝારખંડ સામે થશે. બીજી ક્વાર્ટર ફાઇનલમાં 41 વારની રણજી ચેમ્પીયન મુંબઇની ટક્કર ઉત્તરાખંડ સામે થશે. જ્યારે કર્ણાટક અને ઉત્તરપ્રદેશની વચ્ચે ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ રમશા. ચોથી ક્વાર્ટર ફાઇનલમાં પંજાબ અને મધ્યપ્રદેશની ટીમો આમને સામને ટકરાશે.
બે સેમિફાઇનલ 14 થી 18 જૂન સુધી રમાશે, જ્યારે પ્રતિષ્ઠિત ઘરેલુ ચેમ્પીયનશિપની ફાઇનલ 22 જૂને રમાશે.
નૉકઆઉટ મેચોનો કાર્યક્રમ આ પ્રકારે છે -
ક્વાર્ટર ફાઇનલ : 6 થી 10 જૂન
પહેલી ક્વાર્ટર ફાઇનલ : બંગાળ વિરુદ્ધ ઝારખંડ
બીજી ક્વાર્ટર ફાઇનલ : મુંબઇ વિરુદ્ધ ઉત્તરાખંડ
ત્રીજી ક્વાર્ટર ફાઇનલ : કર્ણાટક વિરુદ્ધ ઉત્તરપ્રદેશ
ચોથી ક્વારર ફાઇનલ : પંજાબ વિરુદ્ધ મધ્યપ્રદેશ
સેમિ ફાઇનલ : 14 થી 18 જૂન
ફાઇનલ મેચ : 22 થી 26 જૂન
આ પણ વાંચો.........
શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો