T20 World Cup: આ વર્ષના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની શરૂઆત થવા જઇ રહી છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નુ કહેવુ છે કે, ટી20 વર્લ્ડકપ માટે તેમની 80 થી 90 ટકા ટીમ તૈયાર થઇ ચૂકી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજુ સુધી સિલેક્ટર્સે કોઇ ટીમ ફાઇનલ નથી કરી, સિલેક્ટર્સની નજર એશિયા કપમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર રહેશે. 15 સપ્ટેમ્બરે વર્લ્ડપ માટે સિલેક્ટર્સ ટીમની પસંદગી કરશે.
ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીની જગ્યા પણ ટી20 વર્લ્ડકપ માટે નક્કી નથી માનવામાં આવી રહી. ઇનસાઇટ રિપોર્ટ અનુસાર, એક સિલેક્ટરે કહ્યું- રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટની નજરથી વાત કરી રહ્યાં છે, પરંતુ સિલેક્ટર્સ અલગ રીતે વિચારે છે, સિલેક્ટરોની મીટિંગ 15 સપ્ટેમ્બરે થવાની છે, કેટલાય સ્થાનો માટે ખેલાડીઓની વચ્ચે જોરદાર ટક્કર છે, વિરાટ કોહલીની જગ્યા પણ નક્કી નથી.
સિલેક્ટર્સે આગળ કહ્યું કે, હજુ ઘણુબધુ થવાનુ બાકી છે, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ફિટનેસ રિપોર્ટ પર અમારી નજર છે. બન્ને ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અમે તેમના સાજા થવાની રાહ જોઇ રહ્યાં છીએ. વિરાટ કોહલી એશિયા કપમાં કેવુ પ્રદર્શન કરે છે, એ જોવાની વાત છે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે