નવી દિલ્હીઃ હોંગકોંગની ટીમ એશિયા કપ 2022ની મુખ્ય મેચો માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હોંગકોંગે ગઈકાલે રાત્રે UAEને 8 વિકેટે હરાવ્યું હતું. એશિયા કપ ક્વોલિફાયરમાં આ તેની સતત ત્રીજી જીત હતી. આ સાથે જ ગ્રુપ-એમાં ત્રણેય ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે ગ્રુપ-Aમાં હોંગકોંગનો મુકાબલો ભારત અને પાકિસ્તાન સામે થશે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે. હોંગકોંગની ટીમ તેની પ્રથમ મેચ 31 ઓગસ્ટે ભારત સામે રમશે. જે બાદ તેણે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન ટીમનો સામનો કરવાનો છે.
UAE સામેની મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 19.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. UAE માટે કેપ્ટન સીપી રિઝવાને 44 બોલમાં 49 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન સિવાય જવાર ફરીદે 27 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હોંગકોંગ તરફથી અહસાન ખાને ચાર અને આયુષ શુક્લાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
યાસીમ મોર્તઝાની શાનદાર અડધી સદીની ઇનિંગના કારણે હોંગકોંગની ટીમે 148 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં બે વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. મોર્તઝાએ 43 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. તેણે ટીમના કેપ્ટન નિઝાકત ખાન સાથે પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન નિઝાકતે 39 અને સ્ટાર બેટ્સમેન બાબર હયાતે 38 રન બનાવ્યા હતા. UAE તરફથી જુનૈદ સિદ્દીકી અને બાસિલ હમીદે એક-એક વિકેટ ઝડપી હતી.
એશિયા કપ ક્વોલિફાયર પોઈન્ટ ટેબલમાં હોંગકોંગ પ્રથમ ક્રમે છે
હોંગકોંગની ટીમે ક્વોલિફાયરમાં કુવૈત, યુએઈ અને સિંગાપોરને હરાવ્યું હતું. ટીમે 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ કુવૈત ત્રણ મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. UAEની ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી. સિંગાપોરની ટીમ ત્રણેય મેચમાં હાર મળી હતી.
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ