નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના ફેન્સ માટે એક સારા સમાચાર મળ્યા છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યના યુવાઓ માટે રમત અને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેને ઋષભ પંતને રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 


દિલ્હી માટે ક્રિકેટ રમનારો ઋષભ પંત ઉત્તરાખંડનો મૂળ નિવાસી છે, અને તેને 24 વર્ષની ઉંમરમાં રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પંતે પણ આ મોટી જવાબદારી સોંપવા માટે રાજ્યના મુખ્યમંત્રીને આભાર માન્યો છે. આ પહેલા 2021 પણ ઋષભ પંતને જ રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.  




ઋષભ પંતે આને લઇને ટ્વીટ કર્યુ - મને આ અવસર આપવા માટે @pushkardami જીને ધન્યવાદ, આમા કોઇ સંદેહ નથી કે આ એક મહાન ભાવના છે, અને એક મોટી જવાબદારી પણ છે. તમામ યુવાઓને મારો સંદેશ છે કે જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ કરો છો અને પોતાના લક્ષ્ય પ્રત્યે કેન્દ્રિત રહો છો, તો તમે કંઇપણ હાંસલ કરી શકો છો. 




આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઋષભ પંતને લઇને પણ જે ટ્વીટ કર્યુ હતુ, તેમાં લખ્યું હતુ- રાજ્ય સરકારે દેવભૂમિના સપૂત તથા ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાવાન ખેલાડી @RishabhPant17 જીને ઉત્તરાખંડના યુવાઓ માટે ખેલકુદ તથા જન સ્વાસ્થ્યના પ્રત્યે પ્રોત્સાહિત કરવાના 
ઉદેશ્યથી “રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર” નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તમને હાર્દિક શુભકામનાઓ. 


છેલ્લા એક વર્ષમાં ઋષભ પંતનુ ફોર્મ - 
ઋષભ પંકત (Rishabh Pant) - 
વર્ષ 2022માં ઋષભ પંતે 13 ટી20 મેચો રમી છે, આ વિકેટકીપર બેટ્સમેને આ વર્ષે 13 ટી20 મેચોમાં 260 રન બનાવ્યા છે. આ દરમિયાન ઋષભ પંતની એવરેજ 26.00 છે જ્યારે સ્ટ્રાઇક રેટ 135.42ની રહી છે. વળી, 13 ટી20 મેચોમાં ઋષભ પંતે 1 વાર 50 નો આંકડો પાર કર્યો છે. આ ઉપરાંત ઋષભ પંતનો બેસ્ટ સ્કૉર નૉટઆઉટ 52 રન રહ્યો છે. 


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો