શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા નાણાં એકઠાં કરવા ભારત-પાકિસ્તાન સીરિઝ રમાડવા સૂચન, ક્યા મહાન કેપ્ટને કહ્યુઃ ભારત પાસે પૂરતાં નાણાં, પાકિસ્તાનની જરૂર નથી
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એવું સૂચન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેરિટી મેચોની એક શ્રેણી રમાડીને કોરોના વાયરસ સામે લડવા માટે નાણાં એકઠાં કરવાં જોઈએ.
નવી દિલ્હીઃ કોરોનોવાયરસ સામે લડવા માટે જંગી પ્રમાણમાં નાણાંની જરૂર પડી રહી છે. આ માહોલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એવું સૂચન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેરિટી મેચોની એક શ્રેણી રમાડીને કોરોનાવાયરસ સામે લડવા માટે નાણાં એકઠાં કરવાં જોઈએ.
અખ્તરના આ સૂચન સામે કે ભારતના મહાન કેપ્ટન કપિલદેવે આકરી પ્રતિક્રિયા આપી છે. કપિલદેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોરોનાના રોગચાળા સામે લડવા માટે ભારત પાસે પૂરતાં નાણાં છે અને અમારે નાણાંની જરૂર નથી. કપિલે ઊમેર્યું કે, હાલની પરિસ્થિતિમાં તો પાંચ-છ મહિના માટે ક્રિકેટ અંગે વિચારવું પણ ના જોઈએ.
અખ્તરે કહ્યું હતુ કે, કોરોના સામે લડવા માટેનું ફંડ એકઠું કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના એક ચેરિટી ક્રિકેટ સિરીઝ રમાડવી જોઈએ. અખ્તરના વિચારને નકારી કાઢતાં કપિલે સ્પષ્ટપણે કહ્યું કે, હાલમાં તો ક્રિકેટ સિરીઝ રમાડવાનું શક્ય જ નથી. કપિલે કહ્યું કે, અખ્તર ગમે તે બોલી શકે છે, પણ આપણને કોરોના સામે લડવા માટે બીજાના ફંડની જરુરૂર નથી. આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાણાંકીય ફંડ છે.
કપિલે દવે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે કોરોના સામે લડવા માટે રૂપિયા 51 કરોડનું ડોનેશન આપ્યું છે. જો જરુર પડે તો બીસીસીઆઈ વધુ દાન આપવા માટે પણ સક્ષમ છે ત્યારે ફંડ એકઠું કરવા માટે ક્રિકેટ સિરીઝ રમાડવાની જરૂર જણાતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion