શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કઇ હૉટ એક્ટ્રેસ પર ફિદા થયો ક્રિકેટર કેએલ રાહુલ, તસવીર પર શું કૉમેન્ટ કરતા બન્નેના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી બન્નેના ડેટિંગની વાતો પણ સામે આવી ચૂકી છે, જોકો ઓફિશિયલી કોઇ વાત થઇ નથી
મુંબઇ- ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ બૉલીવુડની એક્ટ્રેસ પર ફિદા થઇ ગયો છે. આ વાતનો પુરાવો એક તસવીર પરની કૉમેન્ટથી મળી ગયો છે. કેએલ રાહુલ બૉલીવુડ એક્ટ્રેસ અને સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પર ફિદા થઇ ગયો છે. તેને એક્ટ્રેસની એક તસવીર પર જબરદસ્ત કૉમેન્ટ કરી છે, જે તે બન્નેના રિલેશનને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી બન્નેના ડેટિંગની વાતો પણ સામે આવી ચૂકી છે, જોકો ઓફિશિયલી કોઇ વાત થઇ નથી.
અથિયાની તસવીર પર કેએલ રાહુલની કૉમેન્ટ....
એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક બ્યૂટિફૂલ તસવીર શેર કરી છે. તેની આ ગ્લેમરસ તસવીર પર કેએલ રાહુલે પણ કૉમેન્ટ કરી છે. કેએલ રાહુલે કૉમેન્ટ સેક્શનમાં એક ઇમૉજી શેર કરી છે, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે તે અથિયાની આ તસવીરને ખુબ પસંદ કરી રહ્યો છે.
બન્નેના અફેરની ખબરો પણ છે. થોડાક દિવસો પહેલા કેએલ રાહુલની સાથે અથિયાની આ તસવીર સામે આવી હતી, આને જોઇને બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અટકળો પણ શરૂ થઇ હતી.
ઇન્સ્ટાગ્રામ પર અથિયાએ જે તસવીર શેર કરી છે, જે તેના કોઇ ફોટોશૂટની લાગી રહી છે. આ તસવીરમા અથિયા થાઇ સ્લિટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, અને ખુબ ફ્લૉઇ પણ છે. અથિયાએ પોતાના આ ડ્રેસને મેચ કરતા લાઇટ મેકઅપ પણ કર્યો છે. તેની આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion