શોધખોળ કરો
Advertisement
ડેવિડ વોર્નરે આઇસીસીની કરી મજાક, ખુદને આ રીતે આપ્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ટિકટૉક એવોર્ડ, જુઓ તસવીર
લૉકડાઉન દરમિયાન વોર્નર અને ચહલ બન્ને પોતાના ટિકટૉક વીડિયોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ડેવિડ વોર્નરના સાઉથ ઇન્ડિયન ગીતો પર કરેલા ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરમાં જ પોતાના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સનુ લિસ્ટ જાહેર કર્યુ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે પોતાના આગવા અંદાજમા આના પર આઇસીસીની મજાક કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા ડેવિડ વોર્નરે ખુદને દાયકાનો સર્વશ્રેષ્ઠ આઇસીસી ટિકટૉક ક્રિકેટર ગણાવ્યો છે.
ડેવિડ વોર્નર જોકે આ દરમિયાન ચહલને પણ યાદ કરવાનુ નથી ભૂલ્યો, વોર્નર લખ્યું- મને લાગ્યુ કે ચહલ અને હું બન્ને જ દાયકાના આઇસીસી ટિકટૉક ક્રિકેટર બનીશું.
લૉકડાઉન દરમિયાન વોર્નર અને ચહલ બન્ને પોતાના ટિકટૉક વીડિયોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ડેવિડ વોર્નરના સાઉથ ઇન્ડિયન ગીતો પર કરેલા ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ઠીક આ જ રીતે ચહલ પણ પોતાના ડાન્સ વીડિયોના કારણે લૉકડાઉન દરમિયાન ખુબ ચર્ચામાં રહ્યો હતો.
આ બન્ને ખેલાડીઓ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પણ લૉકડાઉન દરમિયાન ટિકટૉક પર પોતાના વીડિયો બનાવી રહ્યો હતો, અય્યર અને ચહલ બન્નેને ઘણીવાર ટિકટૉક વીડિયોના કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા ટ્રૉલ પણ કરવામાં આવી રહ્યાં હતા.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement