શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધોની બાદ સીએસકેના નેક્સ્ટ કેપ્ટન અંગે ડ્વેન બ્રાવોએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને સીએસકેના ખેલાડી ડ્વેન બ્રાવોનું કહેવુ છે કે, ધોની એક બેસ્ટ કેપ્ટન છે, તે દરેક વસ્તુને સારી રીતે સમજે છે. ધોની જાણે છે કે, નેક્સ્ટ કેપ્ટન કોણે બનાવવો આ નેક્સ્ટ કેપ્ટન પસંદ કરવાનુ તેના દિમાંગ છે જ
![ધોની બાદ સીએસકેના નેક્સ્ટ કેપ્ટન અંગે ડ્વેન બ્રાવોએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું dwayne bravo says on dhoni and csk next captain in ipl ધોની બાદ સીએસકેના નેક્સ્ટ કેપ્ટન અંગે ડ્વેન બ્રાવોએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06194330/Dhoni-Re-22.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઇપીએલની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ટીમ ઇન્ડિયામાંથી સન્યાસ લીધા બાદ હવે આઇપીએલ રમી રહેલી ધોનીને લઇને અટકળો શરૂ થઇ છે. ચર્ચાઇ રહ્યું છે કે જો ધોની આઇપીએલમાંથી સન્યાસ લેશે તો ચેન્નાઇ સુપર કિંગ્સને નેક્સ્ટ કેપ્ટન કોણ હશે? પરંતુ હવે આ અંગે સીએસકેના સાથી ખેલાડી ડ્વેન બ્રાવોએ મોટી વાત કહી દીધી છે.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને સીએસકેના ખેલાડી ડ્વેન બ્રાવોનું કહેવુ છે કે, ધોની એક બેસ્ટ કેપ્ટન છે, તે દરેક વસ્તુને સારી રીતે સમજે છે. ધોની જાણે છે કે, નેક્સ્ટ કેપ્ટન કોણે બનાવવો આ નેક્સ્ટ કેપ્ટન પસંદ કરવાનુ તેના દિમાંગ છે જ.
ખાસ વાત છે કે ધોનીએ તમામ દશેય સિઝનમાં સીએસકેનુ નેતૃત્વ કર્યુ છે, ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વાર આઇપીએલ ચેમ્પિયન બનાવી છે, અને સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંની એક છે. એટલુ જ નહીં ગયા વર્ષે પણ ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારીને ઉપવિજેતા રહી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના સત્તાવાર રીતે સીએસકેના ઉપકેપ્ટન છે. બ્રાવોનુ કહેવુ છે કે આ સિઝનમાં ધોનીને માત્રને માત્રે ટીમ પર ફોકસ છે.
ડ્વેન બ્રાવોએ કહ્યું કે, અમારી ટીમમાં ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, માલિક બધા સાથે મળીને કામ કરીએ છીએ. અમારી પર કોઇ બહારનુ પ્રેશર નથી હોતુ. અમારા ફેન્સ બધાથી અલગ છે, અને તેમનો ખુબ સપોર્ટ મળે છે. અમારી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે.
![ધોની બાદ સીએસકેના નેક્સ્ટ કેપ્ટન અંગે ડ્વેન બ્રાવોએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06194418/Bravo-01-300x192.jpg)
![ધોની બાદ સીએસકેના નેક્સ્ટ કેપ્ટન અંગે ડ્વેન બ્રાવોએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06194314/Dhoni-Re-06-300x203.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)