શોધખોળ કરો
Advertisement
બેન સ્ટૉક્સ બન્યો દુનિયાનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર, ત્રીજા નંબરે છે ભારતનો આ ખેલાડી
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટની પહેલી ઇનિંગમાં 176 રન અને એક વિકેટ, વળી બીજી ઇનિંગમાં અણનમ 78 રન અને બે વિકેટ પોતાના નામે કરી હતી. બેન સ્ટૉક્સે આઇસીસીની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં 497 પૉઇન્ટની સાથે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે
માન્ચેસ્ટરઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટૉક્સે ઇતિહાસ રચી દીધો છે. બેન સ્ટૉક્સે આઇસીસીની તાજા ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પહેલા નંબરનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. પોતાની ટેસ્ટ કેરિયરમાં તેને પહેલીવાર આ કિર્તિમાન હાંસલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ તેને સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ ઝડપી છે.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટની પહેલી ઇનિંગમાં 176 રન અને એક વિકેટ, વળી બીજી ઇનિંગમાં અણનમ 78 રન અને બે વિકેટ પોતાના નામે કરી હતી. બેન સ્ટૉક્સે આઇસીસીની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં 497 પૉઇન્ટની સાથે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. બેન સ્ટૉક્સ માટે આ ઉપલબ્ધિ કોઇ સપનાથી કમ નથી, કેમકે એન્ડ્ર્યૂ ફ્લિન્ટૉફ બાદ તે ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટૉપ પર પહોંચનારો પહેલો ઇંગ્લિશ ઓલરાઉન્ડર છે.
આઇસીસીની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર 397 પૉઇન્ટ સાથે રવિન્દ્ર જાડેજા ત્રીજા નંબર પર છે. વળી, 281 પૉઇન્ટની સાથે આર અશ્વિન આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement