શોધખોળ કરો

આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી એટલે કે 23 માર્ચથી વનડે સીરીઝની શરૂઆત થઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝની આજે પ્રથમ મેચ પુણેમાં રમાવવાની છે. ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લિશ ટીમે  ભારતીય ટીમ સામે પહેલા ટેસ્ટ સીરીઝ અને બાદમાં ટી20 સીરીઝ રમી હતી

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી એટલે કે 23 માર્ચથી વનડે સીરીઝની શરૂઆત થઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝની આજે પ્રથમ મેચ પુણેમાં રમાવવાની છે. ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લિશ ટીમે  ભારતીય ટીમ સામે પહેલા ટેસ્ટ સીરીઝ અને બાદમાં ટી20 સીરીઝ રમી હતી. જોકે, ઇંગ્લેન્ડની ટીમને ટીમ ઇન્ડિયાએ બન્ને સીરીઝોમાં માત આપીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.  

ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પર 3-1થી જીત મેળવી હતી. જ્યારે  પાંચ ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને 3-2થી માત આપીને સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે આવતીકાલથી એટલે કે 23 માર્ચથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. જાણો ક્યાં ને કેટલા વાગે થશે વનડે મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ......

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝનો કાર્યક્રમ.......

પ્રથમ વનડે, 23 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે

બીજી વનડે, 26 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે

ત્રીજી વનડે, 28 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે

લાઇવ ટેલિકાસ્ટ....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચ, તમે સ્ટાર સ્પૉર્ટ્સ હિન્દી HD/SD પરથી જોઇ શકશો. આ ઉપરાંત દૂરદર્શન પર પણ અવેલેબલ થશે. આ મેચ તમે Disney+ Hotstar પરથી પણ નિહાળી શકશો. જો તમે જિઓ યૂઝર હોય તો આ વનડે તમે JIO TV પરથી પણ જોઇ શકશો.

ભારતીય વનડે ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.

ઇંગ્લેન્ડ વનડે ટીમ-
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉનાથન બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરણ, ટૉમ કરણ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસી ટૉપલે, માર્ક વૂડ.

ટોપ સ્ટોરી

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
Embed widget