Kapil Dev On IPL: વર્ષ 1983માં પોતાની કપ્તાનીમાં પહેલીવાર વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવે વિશ્વની સૌથી મોટી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. આઈપીએલ વિશે વાત કરતા તેણે કહ્યું કે, જો ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે કોઈપણ પ્રકારનું દબાણ અનુભવતા હોય તો તેમણે આ લીગ ન રમવી જોઈએ.


છેલ્લા કેટલાક વર્ષોમાં, IPL શરૂ થયા પછી ઘણી T20 લીગ રમાઈ છે. આ તમામ લીગમાં વિશ્વભરના ક્રિકેટરો ભાગ લે છે. આ લીગના કારણે ખેલાડીઓનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે અને તેઓ દબાણ અનુભવવા લાગે છે. વધુ લીગ મેચો રમવાને કારણે ઘણી વખત ખેલાડીઓ ઘણીવાર ઈજાગ્રસ્ત થાય છે. તો, કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કારણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમતા નથી.


IPL ના રમો, કોઈ દબાણ નહીં થાયઃ


કપિલ દેવે 'ચેમ્પિયન્સ ઓફ આકાશ 2022'ના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે IPL સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી હતી. આઈપીએલ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, "મને રમવાનો શોખ હતો. આ દિવસોમાં હું ટીવી પર સતત સાંભળી રહ્યો છું કે લોકો કહે છે કે દબાણ છે. આપણે IPL રમીએ છીએ, જેના કારણે આપણે દબાણમાં છીએ. જો તમને IPLનું આટલું દબાણ લાગતું હોય તો IPL ના રમો."






આનંદ અને દબાણ એક સાથે ન જઈ શકે


આ વિશે વધુ વાત કરતાં કપિલ દેવે કહ્યું કે, આ કેવું દબાણ છે? જો તમે ક્રિકેટને પ્રેમ કરો છો તો કોઈ દબાણ ન હોવું જોઈએ. આ પ્રેશર એક 'અમેરિકન શબ્દ' છે. મને આ વિશે કંઈ સમજાતું નથી. હું એક ખેડૂત છું. હું ત્યાંથી આવ્યો છું. આપણે આનંદ કરવા માટે રમીએ છીએ અને આનંદમાં કોઈ દબાણ હોઈ શકે નહીં.


કેજરીવાલ સરકારના મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આપ્યું રાજીનામું, BJPએ ગણાવ્યા હતા હિંદુ વિરોધી


Rishabh Pant અને Urvashiની ચર્ચા વચ્ચે હવે કોંગ્રેસ નેતાએ કર્યું મજેદાર ટ્વીટ, જાણો શું કહ્યું....