શોધખોળ કરો

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર

સર ગારફિલ્ડ સોબર્સ ભલે હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની યાદો ચાહકોના દિલમાં હંમેશા રહેશે. સર ગેરી સોબર્સના નિધન પર ક્રિકેટ દિગ્ગજોની સાથે-સાથે BCCI સહિત અનેક ક્રિકેટ બોર્ડે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર સર ગારફિલ્ડ સોબર્સનું નિધન થયું.
  • તેમણે બેટ-બોલથી વેસ્ટઈન્ડિઝને વૈશ્વિક ઓળખ અપાવવામાં મદદ કરી.
  • ફર્સ્ટ ક્લાસ, ટેસ્ટમાં હજારો રન-વિકેટનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
  • 1968માં એક ઓવરમાં છ સિક્સર ફટકારી ઇતિહાસ રચ્યો હતો.

Sir Garfield Sobers passes away: વેસ્ટઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ સર ગારફિલ્ડ સોબર્સનું બાર્બાડોસમાં તેમના ઘરે નિધન થઈ ગયું છે. 17 જુલાઈ એટલે કે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. સર ગારફિલ્ડ સોબર્સનું નામ ક્રિકેટના સૌથી મોટા દિગ્ગજોમાં ગણાય છે. બોલ અને બેટ બંનેથી તેમણે વેસ્ટઈન્ડિઝ માટે ઘણી મેચ વિનિંગ પરફોર્મન્સ આપી હતી. વેસ્ટઈન્ડિઝ ક્રિકેટને દુનિયાભરમાં ઓળખ અપાવવામાં સોબર્સની ભૂમિકા સૌથી મહત્વની રહી. પોતાના ખેલથી તેમણે ક્રિકેટ જગત પર પોતાની એક અલગ છાપ છોડવામાં સફળતા મેળવી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કર્યો રનનો વરસાદ

સર ગારફિલ્ડ સોબર્સ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 383 મેચોની 609 ઇનિંગ્સમાં 28,314 રન બનાવ્યા. આ દરમિયાન તેમના બેટથી 86 સદી અને 121 અડધી સદી નીકળી હતી. જ્યારે લિસ્ટ A ક્રિકેટમાં તેમના નામે 1 સદી નોંધાયેલી છે, જેને મિલાવીને તેમની કુલ સદીઓની સંખ્યા 87 પર પહોંચે છે. સોબર્સે માર્ચ 1954 થી એપ્રિલ 1974 વચ્ચે આશરે બે દાયકા સુધી વર્લ્ડ ક્રિકેટ પર રાજ કર્યું અને આ દરમિયાન ટીમ માટે ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી.

આ પણ વાંચો...લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

ટેસ્ટ ક્રિકેટમાં પણ રમી શાનદાર પારી

93 ટેસ્ટ મેચોમાં તેમણે 57.78 ની બેમિસાલ એવરેજથી 8032 રન બનાવ્યા, જેમાં 26 સદી સામેલ હતી. તેમનો હાઈએસ્ટ સ્કોર અણનમ 365 રન હતો. આ સિવાય સોબર્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની જાદુઈ બોલિંગથી 1043 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 235 વિકેટ અને લિસ્ટ A માં 109 વિકેટ નોંધાયેલી છે.

6 બોલમાં 6 સિક્સર ફટકારીને રચ્યો હતો ઇતિહાસ

સર ગેરીના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ 31 ઓગસ્ટ 1968 ના રોજ તેમણે કંઈક એવું કર્યું હતું જેને ચાહકો આજ સુધી ભૂલી શક્યા નથી. નોટિંગહામશાયરની કેપ્ટનશીપ કરતા તેમણે ગ્લેમોર્ગન સામે કાર્ડિફના સેન્ટ હેલેન્સ મેદાન પર ડાબા હાથના બોલર મેલ્કમ નેશની એક ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી દીધી હતી. તેઓ ક્રિકેટ ઇતિહાસમાં આ કારનામું કરનારા દુનિયાના પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

રેકોર્ડ બનાવ્યા બાદ કહી હતી આ વાત

આઈસીસી (ICC) સાથે શેર કરાયેલા એક જૂના વીડિયોમાં સોબર્સે આ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે મેં ક્યારેય 6 સિક્સર મારવાનો પ્લાન બનાવ્યો ન હતો. ઓવરમાં જ્યારે પાંચ સિક્સર લાગી ગઈ ત્યારે મને લાગ્યું કે હું આની ખૂબ જ નજીક છું અને મારે છેલ્લા બોલ પર પણ સિક્સર મારવી જોઈએ. મને ખબર હતી કે બોલર પોતાની એક્શન બદલવાનો પ્રયાસ કરશે અને મેં તે જ પ્રમાણે પોતાને તૈયાર કરીને ગેપ શોધી કાઢ્યો હતો.

Frequently Asked Questions

સર ગારફિલ્ડ સોબર્સનું નિધન ક્યારે અને ક્યાં થયું?

તેમનું નિધન 17 જુલાઈના રોજ બાર્બાડોસમાં તેમના ઘરે થયું. તેમણે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ક્રિકેટ જગતમાં સર ગારફિલ્ડ સોબર્સની ભૂમિકા શું હતી?

તેઓ ક્રિકેટના સૌથી મોટા દિગ્ગજોમાંના એક હતા. તેમણે બેટ અને બોલ બંનેથી વેસ્ટઈન્ડિઝ માટે ઘણી મેચ વિનિંગ પરફોર્મન્સ આપી હતી અને ટીમને દુનિયાભરમાં ઓળખ અપાવી.

સર ગારફિલ્ડ સોબર્સના ટેસ્ટ ક્રિકેટના મુખ્ય આંકડા શું છે?

તેમણે 93 ટેસ્ટ મેચોમાં 57.78ની એવરેજથી 8032 રન બનાવ્યા, જેમાં 26 સદી અને સર્વોચ્ચ 365* રન સામેલ છે. બોલિંગમાં તેમણે ટેસ્ટમાં 235 વિકેટ ઝડપી હતી.

સર ગારફિલ્ડ સોબર્સે કયો ઐતિહાસિક ક્રિકેટ રેકોર્ડ બનાવ્યો હતો?

31 ઓગસ્ટ 1968ના રોજ તેમણે ફર્સ્ટ ક્લાસ મેચમાં એક ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. તેઓ ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget