શોધખોળ કરો

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

Glenn Maxwell Retirement: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
  • શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા T20 રમવાનું ચાલુ રાખશે.
  • તેમણે ત્રણ વર્લ્ડ કપ સહિત 286 મેચ રમી હતી.
  • અફઘાનિસ્તાન સામે 201 રનની ઇનિંગ કારકિર્દીની યાદગાર રહી.

Glenn Maxwell Retirement:  ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલે પોતાના 14 વર્ષના કરિયરમાં ઓસ્ટ્રેલિયા માટે 286 મેચ રમી છે. તેમણે લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી છે. જોકે, તેઓ T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.

મેક્સવેલ ગયા વર્ષે જૂનમાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ T20 ટીમ માટે ઉપલબ્ધ રહેશે. તેઓ 2026ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે પણ રમશે. મેક્સવેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 2028માં ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ સાથે ઓસ્ટ્રેલિયાને એક યુવાન અને ઉર્જાવાન ટીમની જરૂર પડશે અને આગામી થોડા મહિના ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે.

ગ્લેન મેક્સવેલે ધ ફાઇનલ વર્ડ પોડકાસ્ટ પર કહ્યું હતું કે, "હું MCG ખાતે મારી નિવૃત્તિ મેચ રમવાની તક ઇચ્છતો હતો, પરંતુ હું સમજું છું કે મેનેજમેન્ટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. ઓલિમ્પિક્સ આવી રહી છે તેથી હું આગામી 12 થી 24 મહિનામાં ઘણા ફેરફારોની આગાહી કરું છું."

૩ વર્લ્ડ કપ જીત્યા

ગ્લેન મેક્સવેલે પોતાની ભવ્ય કારકિર્દીમાં બે વાર 2015 અને 2023માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. તે 2021માં ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તેની 286 મેચની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે ત્રણેય ફોર્મેટમાં 286 મેચ રમી, જેમાં 7226 રન બનાવ્યા અને 136 વિકેટ લીધી.

નિર્ણય મુશ્કેલ હતો

મેક્સવેલે કહ્યું હતું કે વિક્ટોરિયા માટે તેની છેલ્લી ODI પછી તેના સાથી ખેલાડીઓને તેની નિવૃત્તિ વિશે કહેવું અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ હતું. હવે મારા શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે જેથી હું મારી કારકિર્દીની છેલ્લી કેટલીક ટુર્નામેન્ટ રમી શકું." આ મહાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. તે 2026-27 BBLમાં મેલબોર્ન સ્ટાર્સ માટે ઉપલબ્ધ રહેશે અને તેને કરારનું વિસ્તરણ પણ મળી શકે છે.

મેક્સવેલે શું કહ્યું?

મેક્સવેલે "ધ ફાઇનલ વર્ડ પોડકાસ્ટ" પર પોતાની નિવૃત્તિ વિશે કહ્યું હતું કે, "આ નિર્ણય થોડો દુઃખદ છે, પરંતુ તે અપેક્ષિત પણ હતો. હું વિક્ટોરિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ 50 ઓવર અને ચાર દિવસીય સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. રેડ-બોલ ક્રિકેટને સંપૂર્ણપણે છોડી દેવાનો નિર્ણય કદાચ કોઈને આશ્ચર્યચકિત નહીં કરે."

અફઘાનિસ્તાન સામે 201 રનની ઐતિહાસિક ઇનિંગ રમી

મેક્સવેલની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગમાંની એક ઇનિંગ 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની તેની અણનમ 201 રનની ઇનિંગ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયા 292 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ 91 રનમાં સાત વિકેટ ગુમાવીને હારની અણી પર હતી. મેક્સવેલે ખેંચાણ અને શારીરિક અસ્વસ્થતા છતાં 128 બોલમાં ઐતિહાસિક અણનમ 201 રનની ઇનિંગ રમી, જેનાથી ટીમ ત્રણ વિકેટથી વિજયી બની. આ ઇનિંગને વન-ડે ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઇનિંગ્સમાંની એક માનવામાં આવે છે.

Frequently Asked Questions

ગ્લેન મેક્સવેલે કયા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે?

મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ (લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ) બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તેઓ T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

શું ગ્લેન મેક્સવેલ ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા માટે રમશે?

હા, મેક્સવેલ 2026ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે રમશે. તેઓ 2028ના ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ માટે યુવાન ટીમ તૈયાર કરવામાં મદદ કરશે.

ગ્લેન મેક્સવેલની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ કઈ હતી?

તેમની સૌથી યાદગાર ઇનિંગ 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની અણનમ 201 રનની હતી. આ ઇનિંગથી ઓસ્ટ્રેલિયાએ મુશ્કેલ મેચ જીતી હતી.

ગ્લેન મેક્સવેલે કેટલા વર્લ્ડ કપ જીત્યા છે?

મેક્સવેલે પોતાની ભવ્ય કારકિર્દીમાં કુલ ત્રણ વર્લ્ડ કપ જીત્યા છે. તેમાં 2015 અને 2023ના વન-ડે વર્લ્ડ કપ તથા 2021નો T20 વર્લ્ડ કપ સામેલ છે.

મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ શા માટે લીધી?

તેમણે પોતાના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કારકિર્દીની છેલ્લી કેટલીક ટુર્નામેન્ટ્સ રમવા માટે આ નિર્ણય લીધો. તેઓ મેનેજમેન્ટની ભવિષ્યની યોજનાઓ સાથે સંમત છે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી
IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી
U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો
U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો
Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ
Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ
IND vs NZ: 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે 31 વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ ટીમમાં થઈ એન્ટ્રી
IND vs NZ: 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે 31 વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ ટીમમાં થઈ એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Embed widget