શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાની ભારત સામે શ્રેણી હાર બાદ ટીમ પેનીની કેપ્ટનશિપ પર ઉઠ્યા સવાલ, જાણો વિગત
હિલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ કમિટમેંટ વગર રમી હતી. તેમણે આક્રમક વલણ નહોતું દાખવ્યું નહોતું.
![ઓસ્ટ્રેલિયાની ભારત સામે શ્રેણી હાર બાદ ટીમ પેનીની કેપ્ટનશિપ પર ઉઠ્યા સવાલ, જાણો વિગત Ian Healy raised question of Tim Paine captaincy after series loss against Team India ઓસ્ટ્રેલિયાની ભારત સામે શ્રેણી હાર બાદ ટીમ પેનીની કેપ્ટનશિપ પર ઉઠ્યા સવાલ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/21195304/tim-paine1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન ઈયાન હિલીએ ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન ભારતીય ટીમ સામે ટેસ્ટ શ્રેણી 2-1થી ગુમાવ્યા બાદ ટીમને આડે હાથ લીધી હતી. તેણે ટીમ પેનીના નેતૃત્વ અને વિકેટકિપિંગ કૌશલ્ય પર સવાલ ઉઠાવ્યા હતા.
હિલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ કમિટમેંટ વગર રમી હતી. તેમણે આક્રમક વલણ નહોતું દાખવ્યું નહોતું. આપણી ફિલ્ડિંગ નિરાશાનજક હતી. મેં સિડની અને બ્રિસ્બેનમાં પેનની રમત જોઈ. તેનું વિકેટકિપિંગ નાથન લાયન સામે કામ નહોતું કરતું. તેની કેપ્ટનશિપ પણ બરાબર નહોતી.
આ સિવાય તેણે કહ્યું, વાઇસ કેપ્ટન શું કરી રહ્યો હતો. પેટ કમિંસ મેદાન પર તેને કેમ કોઇ સૂચન આપતો નહોતો. ઓસ્ટ્રેલિયન ટીમ ખરાબ પણ નહોતી પરંતુ ખેલાડીઓનું વલણ ઢીલું હતું. કોચિંગ સ્ટાફ અને સીનિયર ખેલાડીઓએ અપેક્ષા મુજબનો દેખાવ કેમ ન કરી શક્યા તેનું મનોમંથન કરવાની જરૂર છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતનો હવે આગામી મહિને ટેસ્ટમાં મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ગઈકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના બે ધૂરંધર ક્રિકેટરનો ફરી સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો હતો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હિસ્સો રહેલા મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)