શોધખોળ કરો

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

આગામી વર્લ્ડ કપ નવા ફોર્મેટ સાથે 14 ટીમો વચ્ચે 3 દેશોમાં રમાશે; જાણો ક્યારથી શરૂ થશે ક્વોલિફાયર મેચો અને વેસ્ટ ઈન્ડિઝ પર કેમ તોળાઈ રહ્યો છે બહાર થવાનો ખતરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC એ 2027 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર શેડ્યૂલ જાહેર કર્યું.
  • ફેબ્રુઆરી-માર્ચ 2027માં 14 ટીમો નવા ફોર્મેટમાં રમશે.
  • દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયા સંયુક્તપણે વર્લ્ડ કપ હોસ્ટ કરશે.
  • વેસ્ટ ઇન્ડિઝ ફરી ક્વોલિફાય ન થવાના મોટા જોખમમાં છે.

2027 ODI World Cup schedule: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આપતા વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આવતા વર્ષે રમાનારા આ મહાકુંભ પહેલાં, 10 ટીમો વચ્ચે 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ, 2027 દરમિયાન ક્વોલિફાયર મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપ સંપૂર્ણપણે નવા ફોર્મેટમાં જોવા મળશે, જેમાં કુલ 14 ટીમો ક્રિકેટના આ સૌથી મોટા તાજ માટે મેદાનમાં ઉતરશે.

ક્યાં રમાશે ક્વોલિફાયર મેચો?

જોકે, ICC દ્વારા ક્વોલિફાયર મેચોની તારીખો તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ આ મેચો કયા દેશમાં કે કયા મેદાન પર રમાશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. નવા નિયમ મુજબ ક્વોલિફાયરમાં જે ટીમ વિજેતા બનશે, તે સીધી જ 14 ટીમોના મુખ્ય ગ્રુપમાં પોતાની જગ્યા પાકી કરી લેશે.

નવું ફોર્મેટ અને 'સુપર સિરીઝ'નો રોમાંચ

આ વખતે ટૂર્નામેન્ટનું માળખું ઘણું રસપ્રદ બનાવવામાં આવ્યું છે. ક્વોલિફાયર મેચોમાં બીજા, ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમોએ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં એક ખાસ "સુપર સિરીઝ" રમવી પડશે. આ સુપર સિરીઝના રાઉન્ડમાં જે ટીમ બાજી મારશે, તેને સીધી ટોપ-12 માં એન્ટ્રી મળી જશે.

આ પણ વાંચોઃ ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ

ત્રણ દેશો સંયુક્ત રીતે કરશે વર્લ્ડ કપની યજમાની

તમને જણાવી દઈએ કે 2027 નો આ વનડે વર્લ્ડ કપ કોઈ એક દેશ નહીં, પરંતુ ત્રણ દેશો - દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે હોસ્ટ કરવાના છે. વર્લ્ડ કપનો આ રોમાંચ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન ચાલશે અને તમામ મેચો કુલ 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. જેમાં સૌથી વધુ 8 મેદાનો દક્ષિણ આફ્રિકાના હશે, જ્યારે ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1 મેદાન પર મેચો રમાશે.

ક્વોલિફાયરમાં કઈ 10 ટીમો ટકરાશે?

આ ક્વોલિફાયર રાઉન્ડમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. આ દસ ટીમો કઈ હશે તે 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ નક્કી થશે. આ તારીખ સુધીમાં નીચેની ટીમો વચ્ચે મુકાબલો થશે:

ODI રેન્કિંગમાં સૌથી નીચે રહેલી બે "ફુલ મેમ્બર" ટીમો (યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને બાદ કરતાં)

CWC લીગ 2 ની ટોચની 4 ટીમો

વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફની ટોચની 4 ટીમો

આ પણ વાંચોઃ વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વેસ્ટ ઈન્ડિઝના માથે ફરી લટકી રહી છે તલવાર

તમને યાદ જ હશે કે બે ટાઈમની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2023 ના છેલ્લા ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નહોતી કરી શકી. હવે ફરી એકવાર તેમની સામે વર્લ્ડ કપમાંથી બહાર થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે કેરેબિયન ટીમ ODI રેન્કિંગમાં 10મા સ્થાને છે. 30 સપ્ટેમ્બરની કટ-ઓફ ડેટ પહેલા તેમની પાસે રમવા માટે માત્ર 2 જ વનડે મેચ બચી છે, અને આ બંને મેચો ભારત સામે છે.

આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝના પરિણામ પર પણ વેસ્ટ ઈન્ડિઝનું ભવિષ્ય ટકેલું છે. જો આયર્લેન્ડની ટીમ 4-1 અથવા 5-0 થી આ સિરીઝ જીતે, અને વેસ્ટ ઈન્ડિઝ પોતાની બંને મેચમાં ભારતને હરાવે, તો જ તેમની પાસે ટોપ-8 માં પહોંચવાની જીવંત તક રહેશે.

Frequently Asked Questions

2027 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર ક્યારે રમાશે?

2027 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મેચો 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ, 2027 દરમિયાન રમાશે. ICC દ્વારા તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

2027 ODI વર્લ્ડ કપની યજમાની કયા દેશો કરશે?

2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા એમ ત્રણ દેશો સંયુક્ત રીતે હોસ્ટ કરશે. વર્લ્ડ કપ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન રમાશે.

2027 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુલ કેટલી ટીમો ભાગ લેશે?

આ ક્વોલિફાયર રાઉન્ડમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. આ દસ ટીમો કઈ હશે તે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ નક્કી થશે.

2027 વર્લ્ડ કપમાં કેટલી ટીમો ક્રિકેટના મહાકુંભમાં ભાગ લેશે?

આ વખતે વર્લ્ડ કપ સંપૂર્ણપણે નવા ફોર્મેટમાં જોવા મળશે, જેમાં કુલ 14 ટીમો ક્રિકેટના આ સૌથી મોટા તાજ માટે મેદાનમાં ઉતરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget