શોધખોળ કરો

ICC World Cup 2023 Schedule: વર્લ્ડકપનું નવું શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોમાં થયો ફેરફાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

ICC World Cup 2023 Schedule: આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, અને આનું આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

-

આઈસીસીએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી, પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે આ જ મેદાન પર યોજાશે.

15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હશે. આ કારણોસર આ મેચ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે, પરંતુ આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે.

આ ઉપરાંત 12 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ એક દિવસ પહેલા એટલે કે 11 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે. કાલી પૂજાને કારણે આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ 9 મેચોના શિડ્યૂલમાં થયો ફેરફાર -

- ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ: 10 ઓક્ટોબર - સવારે 10.30 વાગ્યાથી
- પાકિસ્તાન Vs શ્રીલંકા: 10 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા: 12 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ: 13 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs પાકિસ્તાન: 14 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન: 15 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ: 11 નવેમ્બર - સવારે 10.30 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન: 11 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs નેધરલેન્ડ: 12 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget