શોધખોળ કરો

હવે પાંચના બદલે ચાર દિવસની રમાશે ટેસ્ટ મેચ, પણ આ દેશોએ રમવા પડશે પાંચ દિવસ

નાના દેશોને વધુ ટેસ્ટ અને લાંબા સમયગાળાની સીરિઝ શ્રેણી રમવામાં મદદ કરશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એક મોટા ફેરફાર તરફ આગળ વધી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ICC 2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટ મેચોને મંજૂરી આપવા માટે તૈયાર છે. બીજી તરફ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ હજુ પણ પરંપરાગત 5-દિવસીય મેચ રમી શકે છે.

મેચોની સંખ્યા એક દિવસ ઘટાડવાનો નિર્ણય એક મહત્વપૂર્ણ ફેરફાર હશે અને નાના દેશોને વધુ ટેસ્ટ અને લાંબા સમયગાળાની સીરિઝ શ્રેણી રમવામાં મદદ કરશે. 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 5-દિવસીય મેચોના વર્તમાન ફોર્મેટ હેઠળ રમાશે.

'ધ ગાર્ડિયન'ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'ગયા અઠવાડિયે લોર્ડ્સમાં WTC ફાઇનલ દરમિયાન થયેલી ચર્ચામાં ICC પ્રમુખ જય શાહે 2027-29 WTC ચક્ર માટે 4-દિવસીય ટેસ્ટ માટે પોતાનું સમર્થન આપ્યું હતું.'

તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતને હજુ પણ એશિઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે 5-દિવસીય ટેસ્ટ શ્રેણી રમવાની મંજૂરી આપવામાં આવશે.'

ICC એ સૌપ્રથમ 2017માં દ્વિપક્ષીય મેચો માટે 4-દિવસીય ટેસ્ટને મંજૂરી આપી હતી. 2019 અને 2023માં આયરલેન્ડ સામે 4-દિવસીય ટેસ્ટ પછી ઇંગ્લેન્ડે ગયા મહિને ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વે સામે 4-દિવસીય ટેસ્ટ પણ રમી હતી.

અહેવાલ મુજબ, 'ઘણા નાના દેશો સમય અને ખર્ચને કારણે ટેસ્ટ મેચોનું આયોજન કરવામાં રસ ધરાવતા નથી, પરંતુ 4-દિવસીય ટેસ્ટ મેચોની રજૂઆત સાથે 3-દિવસીય ટેસ્ટ મેચોની આખી શ્રેણી 3 અઠવાડિયાથી ઓછા સમયમાં રમી શકાય છે.' તેમાં કહેવામાં આવ્યું છે કે, 'સમયનો બગાડ ટાળવા માટે 4-દિવસીય ટેસ્ટ મેચોમાં રમવાનો સમય 90 ઓવર પ્રતિ દિવસથી વધારીને ઓછામાં ઓછો 98 ઓવર કરવામાં આવ્યો છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ગયા અઠવાડિયે લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બનવા છતાં દક્ષિણ આફ્રિકાએ આ મુદ્દાને વધુ પ્રકાશિત કર્યો અને આ પછી પરિવર્તનની જરૂરિયાત અનુભવાઈ હતી.'

ક્રિકેટના મેદાનમાં પહેલીવાર આવું બન્યું છે. જ્યારે મેચનું પરિણામ ત્રણ સુપર ઓવરમાં નક્કી થયું હતું. આ મેચમાં નેધરલેન્ડ્સે નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. સોમવાર (16 જૂન) ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર દિવસ બની ગયો જ્યારે નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચે રમાયેલી ટી-20 મેચ ત્રીજી સુપર ઓવર સુધી ચાલી હતી. આ રોમાંચક મેચમાં નેધરલેન્ડ્સે આખરે જીત મેળવી અને ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget