શોધખોળ કરો

IND vs AFG: ઈશાન કિશને સદી ફટકારી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોના ક્લબમાં કરી એન્ટ્રી 

અફઘાનિસ્તાન સામે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમતા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અફઘાન બોલરોને ધોઈ નાખ્યા અને 71 બોલમાં પોતાની સદી પૂરી કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇશાન કિશને અફઘાનિસ્તાન સામે 71 બોલમાં શાનદાર સદી ફટકારી.
  • આ તેની કારકિર્દીની બીજી સદી, ધોની-કપિલ દેવ ક્લબમાં એન્ટ્રી કરી.
  • ઇશાન 966 બોલમાં 1000 ODI રન કરનાર છઠ્ઠો ભારતીય.
  • શુભમન ગિલે પણ આ જ મેચમાં સદી ફટકારી હતી.

અફઘાનિસ્તાન સામે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમતા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અફઘાન બોલરોને ધોઈ નાખ્યા અને 71 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની કારકિર્દીની બીજી ODI સદી છે. અગાઉ, તેણે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી.

ઈશાન કિશન 2023 પછી અફઘાનિસ્તાન શ્રેણી સાથે ODI ક્રિકેટમાં પાછો ફર્યો. આ શ્રેણી પહેલા તેણે 2023 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ફક્ત એક ODI રમી હતી. હવે, તેણે ઈકાના સ્ટેડિયમમાં સદી ફટકારી છે. આ સાથે, વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની અને કપિલ દેવના ખાસ ક્લબમાં તેણે એન્ટ્રી કરી છે.  

ઇશાન કિશને સદી ફટકારી 

કિશને અફઘાન બોલરોની ધોલાઈ કરી હતી અને ઝડપી સદી ફટકારી. ડાબા હાથના બેટ્સમેને શરૂઆતમાં સાવધાનીપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 52 બોલમાં તેના પહેલા 50 રન પૂરા કર્યા જ્યારે આગામી ફિફ્ટી ફક્ત 19 બોલમાં આવી. આ સાથે તેણે 71 બોલમાં પોતાની સદી ફટકારી, જે તેની ODI કારકિર્દીની બીજી સદી છે. આ સદી સાથે ઇશાને એમએસ ધોની અને કપિલ દેવની ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

કિશન હવે ભારત માટે સૌથી ઓછા બોલમાં વનડેમાં 1000  રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં જોડાઈ ગયો છે. તે 1000 રન (બોલની દ્રષ્ટિએ) સૌથી ઝડપી બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં ટોચ પર હાર્દિક પંડ્યા છે, જેણે 857 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે કિશનએ 966  બોલમાં પોતાના 1000  રન પૂરા કર્યા છે.

આ પણ વાંચો- Shubman Gill Century: વનડેમાં કેપ્ટન તરીકે શુભમન ગિલની પ્રથમ સદી, અફઘાનિસ્તાન સામે રચ્યો ઈતિહાસ 

વનડેમાં સૌથી ઝડપી 1000 રન (બોલની દ્રષ્ટિએ) બનાવનારા બેટ્સમેન

હાર્દિક પંડ્યા - 857
કેદાર જાધવ - 936
કપિલ દેવ - 954
શુભમન ગિલ - 954
એમએસ ધોની - 955
ઇશાન કિશન - 966

ટી20  પછી, તેણે વનડેમાં ધૂમ મચાવી 

છેલ્લા કેટલાક મહિના ઇશાન કિશન માટે નોંધપાત્ર રહ્યા છે. બીસીસીઆઈએ તેને એક સમયે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ કાઢી મૂક્યો હતો. જોકે, તેમણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડને વિજય અપાવ્યો. ત્યારબાદ તેણે T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. હવે તેણે ODI ક્રિકેટમાં પણ ખળભળાટ મચાવી દીધો છે, સદી ફટકારી અને ઇતિહાસ રચ્યો છે. શુભમન ગિલે પણ આ મેચમાં ખૂબ જ શાનદાર ઈનિંગ રમી સદી ફટકારી હતી.

Frequently Asked Questions

ઇશાન કિશને અફઘાનિસ્તાન સામેની મેચમાં કઈ સિદ્ધિ મેળવી?

ઇશાન કિશને લખનૌના ઇકાના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે 71 બોલમાં પોતાની બીજી ODI સદી ફટકારી હતી. તેણે આ સાથે એમએસ ધોની અને કપિલ દેવના ખાસ ક્લબમાં પ્રવેશ મેળવ્યો.

ઇશાન કિશનની વનડે કારકિર્દીમાં આ કેટલામી સદી છે?

અફઘાનિસ્તાન સામે ફટકારેલી સદી ઇશાન કિશનની ODI કારકિર્દીની બીજી સદી છે. અગાઉ, તેણે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી.

ઇશાન કિશને ODIમાં કયો નવો રેકોર્ડ બનાવ્યો?

ઇશાન કિશને 966 બોલમાં પોતાના 1000 ODI રન પૂરા કરીને ભારત માટે સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ હાંસલ કરનારા છઠ્ઠા બેટ્સમેન બન્યા છે.

ટોપ સ્ટોરી

Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Embed widget