શોધખોળ કરો

IND vs ENG, 5th Test: બુમરાહે બેટિંગમાં મચાવ્યો કહેર, એક જ ઓવરમાં આટલા રન ફટકારીને બનાવી દીધો વર્લ્ડરેકોર્ડ

IND vs ENG: જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકારીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો હતો.

IND vs ENG, 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસ ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકારીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ખેલાડી એક ઓવરમાં 35 રન બનાવી શક્યો નથી.

ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

  • જસપ્રીત બુમરાહ, 35 રન, બોલરઃ સ્ટુઅર્ટ બ્રોડ, 2022
  • બ્રાયન લારા, 28 રન, બોલરઃ આર પીટરસન, 2003
  • જ્યોર્જ બેઈલી, 28 રન, બોલરઃ જેમ્સ એન્ડરસન, 2013
  • કેશવ મહારાજ, 28 રન, બોલરઃ જો રૂટ, 2020

જાડેજાએ બનાવ્યો આ રેકોર્ડ

મેચના બીજા દિવસની શરૂઆતમાં જ જાડેજાએ સદી પૂરી કરી હતી. આ સાથે એક અનોખો રેકોર્ડ બન્યો હતો. ટીમ ઈન્ડિયાની એક જ ઈનિંગમાં બે ડાબોડી બેટ્સમેને સદી ફટકારી હોય તેવી માત્ર ત્રીજી ઘટના બની હતી.

ભારતના બે ડાબોડી બેટ્સમેને એક જ ઈનિંગમાં સદી ફટકારી હોય તેવી ઘટના

  • સદા ગોપન રમેશ (110 રન) અને સૌરવ ગાંગુલી (125 રન) V ન્યૂઝીલેન્ડ, અમદાવાદ, 1999
  • સૌરવ ગાંગુલી (239 રન) અને યુવરાજ સિંહ (169 રન) V પાકિસ્તાન, બેંગ્લુરુ, 2007
  • રિષભ પંત (146 રન) અને રવિન્દ્ર જાડેજા (104 રન) V ઈંગ્લેન્ડ, એજબેસ્ટોન, 2022

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ

આ સિવાય રવિન્દ્ર જાડેજા એક જ કલેન્ડરમાં સાતમાં કે તેનાથી નીચલા ક્રમે બે ટેસ્ટ સદી ફટકારનારો ચોથો ખેલાડી બન્યો હતો. કપિલ દેવે 1986માં, મહેન્દ્ર ધોનીએ  2009માં, હરભજન સિંહે 2010માં અને જાડેજાએ 2022માં આ કારનામું કર્યુ છે.

પ્રથમ દિવસે શું થયું

એજબેસ્ટોનમાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.

પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી

વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન)  અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં  7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.

બંને ટીમો આ પ્રમાણે છે

ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન) એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો,  સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget