શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કયો ખેલાડી ચાલુ મેચે બૉલ પર લાળ લગાડતો હતો ને ખબર પડી જતાં એમ્પાયરને શું કર્યુ, જાણો વિગતે
સામાન્ય રીતે હાલમાં ક્રિકેટ મેચોમાં બૉલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે, પરંતુ ડેનાઇટ ટેસ્ટમાં પ્રથમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે બેન સ્ટૉક્સે પિન્ક બૉલ પર લાગ લગાવી હતી, જોકે આ મામલે એમ્પાયરે તેને કડક ચેતાવણી આપી દીધી હતી
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે દરેક જગ્યાએ કેટલીક વાતોને લઇને રિસ્ટ્રીક્શનો લાગેલા છે, ક્રિકેટમાં પણ કેટલાક નિયમોને લઇને ક્રિકેટ મેચો રમાઇ રહી છે, આમાં બાયૉ બબતલથી કોરોનાને લગતી કેટલીક ગાઇડલાઇને પણ સામેલ છે. જેના ઉલ્લંઘનથી દંડથી માડીને સજા અને પ્રતિબંધની જોગવાઇ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ક્રિકેટની કૉવિડ ગાઇડ લાઇનનુ ઉલ્લંઘન કરતાં ઇગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ પકડાઇ ગયો હતો.
સામાન્ય રીતે હાલમાં ક્રિકેટ મેચોમાં બૉલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે, પરંતુ ડેનાઇટ ટેસ્ટમાં પ્રથમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે બેન સ્ટૉક્સે પિન્ક બૉલ પર લાગ લગાવી હતી, જોકે આ મામલે એમ્પાયરે તેને કડક ચેતાવણી આપી દીધી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
ઘટના મેચની 12મી ઓવરમાં બની જ્યારે બૉલ ફિલ્ડર બેન સ્ટૉક્સના હાથમાં પહોંચ્યો હતો, આ દરમિયાન બેન સ્ટૉક્સ પિન્ક બૉલ પર લાળ લગાવીને ચમકાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ ફિલ્ડ એમ્પાયરને આ વાતની જાણ થઇ ગઇ અને તેને મેચ થોડોક સમય માટે રોકાવીને બેન સ્ટૉક્સને તતડાવી નાંખ્યો હતો, અને ફરીથી આવુ ના કરવા ચેતાવણી આપી દીધી હતી. બાદમાં બૉલને ફરીથી સેનેટાઇઝ કરવામાં આવ્યો અને મેચ શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં આઇસીસીએ કૉવિડ મહામારીના કારણે બૉલને ચમકાવવા માટે લાળ લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
આઇસીસીના કૉવિડ-19 દિશાનિર્દેશો અંતર્ગત એક ટીમને પ્રત્યેક ઇનિંગમાં બે વાર ચેતાવણી આપી શકાય છે, પરંતુ બૉલ પર એકવાર લાળ લગાવથી પાંચ રનની પેનલ્ટી લાગશે, જે બેટિંગ કરી રહેલી ટીમને મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion