શોધખોળ કરો

IND Vs ENG: જસપ્રીત બુમરાહે અપાવી ટીમ ઇન્ડિયાને વાપસી, શ્રીનાથ-સચિનનો ખાસ રેકોર્ડ પણ તોડ્યો

ત્રણ વર્ષા જેટલા ગાળામાં જ જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી વિશ્વાસપાત્ર બોલર બની ગયો છે.

IND Vs ENG 1st Test Match: ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ મેહમાન ટીમના નામે રહ્યો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રૂટે પોતાના 100માં ટેસ્ટમાં અણનમ 128 રનની ઇનિંગ રમીને એ નિર્ણયને સાબિત કરવાનું કામ કર્યું. પરંતુ દિવસના અંતે જસપ્રીત બુમરાહે 87ના સ્કોર પર રમી રહેલ સિબ્લેની મહત્ત્વની વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની મેચમાં વાપસીનો પૂરો પ્રયત્ન કર્યો હતો. ઇંગ્લેન્ડને પ્રથમ દિવસે ત્રણ વિકેટ ગુમાવીરને 263 રન બનાવ્યા હતા. બુમરાહને છોડીને કોઈપણ ભારતીય બોલર ઇંગ્લન્ડના બેટ્સમેન સામે ટકી શક્યા ન હતા. બુમરાહે 18.3 ઓવરમાં 40 રન આપીને સિબ્લે અને લોરેન્સની વિકેટ લીધી હતી. સચિન-શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો ટીમ ઇન્ડિયાના નંબર વન બોલર બની ગેયલ જસપ્રીત બુમરાહ ભારતીય ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને તે આ મેચને ખાસ બનાવવામાં કોઈ કસર નથી છોડવા માગતો. બુમરાહે ઇન્ડિયામાં પ્રથમ ટેસ્ટ રમવા માટે 17 મેચ સુધી રાહ જોવી પડી. આ પહેલા કોઈપણ ભારતીય ખેલાડીએ પોતાની જમીન પર રમવા માટે આટલી લાંબી રાહ નથી જોવી પડી. જસપ્રીત બુમરાહ શ્રીનાથ અને સચિન તેંડુલકરને પાછળ છોડવામાં સફળ રહ્યો છે. શ્રીનાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ વિદેશી ધરતી પર 12 ટેસ્ટ રમી હતી અને બાદમાં તેને ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આરપી સિંહને પણ ઇન્ડિયામાં રમવા માટે 11 ટેસ્ટ સુધી રાહ જોવી પડી હતી. સચિન અને નેહરાએ 10-10 મેચ વિદેશી દરતી પર રમ્યા બાદ ભારતમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષા જેટલા ગાળામાં જ જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી વિશ્વાસપાત્ર બોલર બની ગયો છે. બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની સરેરાશથી 79 વિકેટ લીધી છે. એટલું જ નહીં બુમરાહ પાંચ વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લઈ ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget