શોધખોળ કરો

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

England vs India 2nd T20I: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને બીજી T20 માં ડેબ્યૂની તક મળી છે. ભારતે બીજી T20 માં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થયા છે.

England vs India 2nd T20I: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું સપનું પૂરું થઈ ગયું છે. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 માં તેમને તક મળી ગઈ છે. તેઓ ભારત માટે ડેબ્યૂ કરનારા સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી બીજી T20 માં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો, અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલા બોલિંગ કરશે. બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થયા છે.

વૈભવ સૂર્યવંશીને સંજુ સેમસનની જગ્યાએ તક મળી છે. સેમસને ભારતને 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ વિદેશી ધરતી પર તે સતત ફ્લોપ થઈ રહ્યો હતો. વળી પૂરી દુનિયાના ક્રિકેટ ફેન્સ અને પૂર્વ ક્રિકેટરો વૈભવ સૂર્યવંશીને તક આપવાની ભલામણ કરી રહ્યા હતા.

ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં, ભારતે સંજુ સેમસનને બહાર કરીને વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. સેમસન તેની પાછલી ત્રણ T20 ઇનિંગ્સમાં ફક્ત 6 રન બનાવી શક્યો હતો. વૈભવ સૂર્યવંશી હવે સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય બની ગયો છે.

સચિને 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેનાથી વિપરીત, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે; તે ઈંગ્લેન્ડ સામેની બીજી T20 માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.

IPL માં બતાવેલા ફોર્મનું મળ્યું ઈનામ
વૈભવ સૂર્યવંશીને IPL 2026 સારા બદલ આજે આ પુરસ્કાર મળ્યો છે. વૈભવે તાજેતરની IPL સિઝનમાં 776 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેણે 72 છગ્ગા ફટકાર્યા હતા - જે એક જ IPL સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છગ્ગા છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ ઇન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 175 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે, ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરીને, તેણે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો...IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી

ભારતની પ્લેઇંગ ઇલેવન:

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Hardik Pandya Trade 2027: MI માં જ રહેશે હાર્દિક પંડ્યા? ટ્રેડ ડીલના અહેવાલો પર ફ્રેન્ચાઇઝીએ તોડ્યું મૌન
Hardik Pandya Trade 2027: MI માં જ રહેશે હાર્દિક પંડ્યા? ટ્રેડ ડીલના અહેવાલો પર ફ્રેન્ચાઇઝીએ તોડ્યું મૌન
Advertisement

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget