શોધખોળ કરો

IND vs NZ: શુભમન ગિલે તોડ્યો બાબર આઝમનો આ મોટો રેકોર્ડ, જાણો

ભારતના યુવા સ્ટાર શુભમન ગિલે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતના યુવા સ્ટાર શુભમન ગિલે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રવિવારે (22 ઓક્ટોબર) બંને ટીમો સામસામે આવી હતી. આ મેચ દરમિયાન ગિલે વનડેમાં પોતાના બે હજાર રન પૂરા કર્યા. તેણે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ કારનામુ કર્યું છે. આ મામલે ગિલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

ડેન્ગ્યુના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં રમી ન શકનાર ગિલ પાકિસ્તાન સામેની મેચમાં વાપસી કરી હતી. તેને બે હજાર રન પૂરા કરવા માટે 14 રનની જરૂર હતી. ગિલે સાતમી ઓવરના ત્રીજા બોલ પર ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં ચોગ્ગો ફટકારીને તેના બે હજાર રન પૂરા કર્યા. ગિલે તેની 38મી વનડે ઇનિંગમાં બે હજાર રનનો આંકડો પાર કર્યો. હાશિમ અમલાએ 40 ઇનિંગ્સમાં આ કર્યું હતું.  

શુભમન ગિલે 24 વર્ષ અને 44 દિવસની ઉંમરમાં ODI ફોર્મેટમાં તેના બે હજાર રન પૂરા કર્યા. તે બે હજાર રન પૂરા કરનાર ભારતનો પાંચમો સૌથી યુવા ખેલાડી છે. આ મામલે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. તેણે 20 વર્ષ 354 દિવસની ઉંમરે આ કર્યું. યુવરાજ સિંહે 22 વર્ષ 51 દિવસ, વિરાટ કોહલી 22 વર્ષ 215 દિવસ અને સુરેશ રૈનાએ 23 વર્ષ 45 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. 

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત  

વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. સતત પાંચમી જીત હાંસિલ કરીને ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સાથે ભારતનું હવે સેમીફાઈનલમાં રમવું નિશ્ચિત છે. ભારતે મોહમ્મદ શમીની 5 વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 50 ઓવરમાં 273 રન પર રોકી દીધી હતી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રોહિત શર્માએ ફરી એકવાર 46 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રન બનાવીને જીત મેળવી હતી. 5 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે 11.1 ઓવરમાં 71 રન ઉમેર્યા હતા. રોહિત શર્મા 40 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ભારતને 76 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ 31 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 104 બોલમાં 95 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget