Asia Cup 2022 India vs Pakistan: આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં હાઇ વૉલ્ટેજ મેચ રમાશે. આ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓએ જબરદસ્ત રીતે પ્રેક્ટિસ કરી છે, ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમે ભારતને સજ્જડ હાર આપી હતી, અને આ વખતે ફરી એકવાર તેમને રોહિતની ટીમને હરાવવા કમર કરી છે. પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શાદાબ ખાને આ વખતે ફરી એકવાર પોતાની ટીમના પ્લાન વિશે ખુલાસો કર્યો છે. તેની નજર એશિયા કપ 2022માં પ્લેયર ઓફ ધ સીરીઝ બનવા પર છે, અને ટીમને ત્રીજીવાર એશિયા કપનુ ચેમ્પીયન બનાવવા પર છે. 


શાદાબ ખાને મેચ પહેલા કહ્યું કે, વ્યક્તિગત રીતે તે ખુબ સારી પરફોર્મન્સ કરવા માંગે છે, આ એક વિશ્વસ્તરીય સ્પર્ધા છે, મને વિશ્વાસ છે કે મને સફળતા અને ઉપલબ્ધિઓ મળશે. શાદાબ ખાને પાકિસ્તાનની અધિકારીક વેબસાઇટ પર કહ્યું - મારુ અંતિમ ઉદેશ્ય પાકિસ્તાનને ટ્રૉફી જીતાડવાનુ છે, 


શાદાબે કહ્યું કે આ વખતે અમારી પાસે શાહીન આફ્રિદી નથી, પરંતુ આની ખોટ હૈરિસ રાઉફ પુરી કરશે, તે મેચ વિજેતા બૉલર છે, અમે તેને આગળ કર્યો છે. અમારી મુખ્ય સ્ટ્રાઇક બૉલરો છે, આ એક ગેમ પ્લાન છે. પાકિસ્તાન આ વખતે બૉલિંગથી ફરી એકવાર ભારત પર હાવી થવા માંગશે. 


એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ - 
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.


આ પણ વાંચો.. 


Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય


India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ


Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....


Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન


CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી


Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા


Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા