શોધખોળ કરો

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર

IND vs WI T20: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી ટી20 મેચ 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. જાણો આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયામાં કેટલા ફેરફાર કરવામાં આવી શકે છે?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝમાં 1-0 થી આગળ.
  • બીજી ટી20 મેચ રાંચીમાં 9 ઓક્ટોબરે સાંજે રમાશે.
  • ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા ઓછી, જીતનું કોમ્બિનેશન જળવાશે.
  • મયંક યાદવ મોંઘો રહ્યો, છતાં ટીમમાં જાળવી રખાશે.

IND vs WI T20: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી ટી20 મેચ રાંચીમાં રમાશે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે, કારણ કે લખનૌમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે જીતી ગઈ હતી. તે મુકાબલામાં કેપ્ટન શ્રેયસ અય્યરે 102 રનની ઈનિંગ રમી હતી. હવે રાંચીનો વારો છે, જ્યાં 9 ઓક્ટોબરની સાંજે 7 વાગ્યાથી બીજી ટી20 મેચ રમાવાની છે.

 

પહેલી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગ અને બેટિંગમાં દમદાર પ્રદર્શન કરીને બતાવ્યું હતું. જોકે મયંક યાદવ પોતાની લાઈન અને લેન્થ પર નિયંત્રણ બતાવી શક્યો નથી, તેથી ભારત તરફથી તે સૌથી મોંઘો બોલર રહ્યો. અહીં જાણીલો રાંચીમાં થનારી બીજી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલા ફેરફાર કરી શકે છે?

આ પણ વાંચો...ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

કેટલા ફેરફાર થશે?

ભારતીય ટીમે પહેલી ટી20 મેચ આસાનીથી જીતી લીધી હતી. તે વિનિંગ કોમ્બિનેશનમાં મેનેજમેન્ટ કદાચ કોઈ ફેરફાર કરવા ન ઈચ્છે. પહેલા 6 સ્લોટ પહેલાથી જ ભરેલા નજરે પડે છે, જેના પર ટીમના 6 મુખ્ય ખેલાડીઓ મોજુદ છે. સંજૂ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન અને પછી ચોથા નંબર પર કેપ્ટન શ્રેયસ અય્યર. નંબર-5 તિલક વર્મા પાસે છે અને છઠ્ઠા ક્રમે શિવમ દુબે સતત નાની-નાની ઈનિંગ રમી ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢતો રહ્યો છે.

નમન ધીરે ગત મેચમાં ટી20 ડેબ્યૂ કર્યું છે. મેનેજમેન્ટ એક વાર માટે તેમને બીજી ટી20 માંથી ડ્રોપ કરવા પર વિચાર પણ કરે, તો એ ધ્યાન રાખવું જોઈએ કે લખનૌમાં તેમણે 3 વિકેટ ઝડપી હતી. વળી બોલિંગનો ભાર રાંચીમાં પણ અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સંભાળી શકે છે. બીજા ફાસ્ટ બોલરનો રોલ નિભાવી રહેલા મયંક યાદવ ટીમ ઈન્ડિયાની નબળી કડી સાબિત થયો છે, પરંતુ યુવા ખેલાડીનું મનોબળ ના તૂટે, તેના માટે કદાચ મેનેજમેન્ટ હાલમાં મયંકને સપોર્ટ આપવાનું ચાલુ રાખી શકે છે. તમને જણાવી દઈએ કે ફાસ્ટ બોલિંગમાં ભારતના પ્રિન્સ યાદવ બેન્ચ પર બેઠેલ છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સંજૂ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને મયંક યાદવ.

Frequently Asked Questions

ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી T20 મેચ ક્યાં અને ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી T20 મેચ રાંચીમાં 9 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.

પહેલી T20 મેચનું પરિણામ શું આવ્યું અને તેમાં કયા ખેલાડીએ મહત્વનો ભાગ ભજવ્યો?

પહેલી T20 મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે જીતી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

બીજી T20 મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે?

મેનેજમેન્ટ જીતેલી કોમ્બિનેશનમાં ફેરફાર કરવા ઈચ્છશે નહીં. જોકે, મોંઘા સાબિત થયેલા મયંક યાદવને મનોબળ જાળવી રાખવા ફરી તક મળી શકે છે.

ભારતીય ટીમના સંભવિત મુખ્ય બેટ્સમેન કોણ છે?

સંજૂ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, કેપ્ટન શ્રેયસ અય્યર, તિલક વર્મા અને શિવમ દુબે ટીમમાં મુખ્ય બેટ્સમેન તરીકે છે. આ છ સ્લોટ લગભગ નિશ્ચિત છે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Embed widget