(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ZIM, Match Highlights: ભારતે ત્રીજી વન ડેમાં ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવી 3-0થી સિરીઝ જીતી
ભારતે ઝિમ્બાબ્વે સામેની ODI સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે.
India vs Zimbabwe 3rd ODI: ભારતે ઝિમ્બાબ્વે સામેની ODI સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે સદી ફટકારી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 276 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સદી ફટકારી હતી.
સિકંદર રઝાએ જોરદાર ઇનિંગ રમીઃ
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે ટીમ માટે સિકંદર રઝાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે સદી ફટકારી હતી. સિકંદરે 95 બોલમાં 115 રન બનાવ્યા હતા. સીન વિલિયમ્સે 45 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ખેલાડી ઈનોસન્ટ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે કૈટાનોએ 13 રનનું યોગદાન આપ્યું હતું. રાયન બર્લે પણ બહુ કંઈ કરી શક્યો ન હતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેડ ઇવાન્સે 37 બોલમાં 28 રન બનાવ્યા હતા.
અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીઃ
ભારત તરફથી કુલદીપ યાદવે સારી બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. દીપક ચહરે 10 ઓવરમાં 75 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે ખૂબ જ સારી બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે મેડન ઓવર પણ ફેંકી હતી. અવેશ ખાને 9.3 ઓવરમાં 66 રન આપીને 3 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે સદી ફટકારી હતી. તેણે 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાને 61 બોલમાં 50 રન બનાવ્યા હતા. શિખર ધવને 40 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કેએલ રાહુલ 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સંજુ સેમસન 15 રન બાદ આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ
Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત